Home રમત-ગમત Sports વિરાટ કોહલીએ રેકોર્ડ જે બનાવ્યો 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં કોઈ અન્યએ ના...

વિરાટ કોહલીએ રેકોર્ડ જે બનાવ્યો 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં કોઈ અન્યએ ના બનાવી શક્યો

37
0

કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વાર 2000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો

(જી.એન.એસ),તા.૨૯

વર્ષ 2023માં 2000થી વધુ રન બનાવ્યા બાદ વિરાટ કોહલી કેલેન્ડર વર્ષમાં સાત વાર 2000 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ સૌપ્રથમ વર્ષ 2012માં 2000થી વધુ રન કેલેન્ડર વર્ષમાં બનાવ્યા હતા. વર્ષ 2012માં વિરાટે 2186 રન બનાવ્યા હતા. કારકિર્દીમાં બીજી વાર વર્ષ 2014માં કેલેન્ડર વર્ષમાં વિરાટે 2000થી વધુ રન બનાવ્યા હતા. વર્ષ 2014માં કોહલીએ 2286 રન બનાવ્યા હતા..

વિરાટ કોહલીએ વર્ષ 2016 થી 2019 દરમિયાન સતત ચાર વર્ષ 2000થી વધુ રન એક કેલેન્ડર વર્ષમાં બનાવ્યા છે. તેણે 2016માં 2595 રન, 2017માં 2818 રન, 2018માં 2735 રન અને 2019માં 2455 રન બનાવ્યા હતા. વર્ષ 2020, 2021 અને 2022 એમ સતત ત્રણ વર્ષ વિરાટ માટે એવરેજ રહ્યા હતા, જોકે ત્રણ વર્ષ બાદ વર્ષ 2023માં વિરાટે જોરદાર પ્રદર્શન કરતા ફરી એક કેલેન્ડર વર્ષમાં 2000થી વધુ રન પૂર્ણ કર્યા હતા. કોહલીએ વર્ષ 2023માં કુલ 2048 રન બનાવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅદાણી ગ્રુપએ UAEની IHCની પેટા કંપની સિરીયસ સાથે સંયુક્ત સાહસનું નિર્માણ કરવા માટે કરાર કર્યા
Next articleODIમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીના ટેસ્ટમાં પ્રદર્શન પર સવાલ ઉઠવા પામ્યા