Home ગુજરાત RBIને ઈન્ટરનેટથી ધમકીભર્યા મેઈલનું પગેરું વડોદરાથી મળ્યું

RBIને ઈન્ટરનેટથી ધમકીભર્યા મેઈલનું પગેરું વડોદરાથી મળ્યું

15
0

ત્રણ યુવકો ઝડપાયા, મુંબઈ ATSનાં વડોદરામાં ધામા

(જી.એન.એસ),તા.૨૯

વડોદરા,

RBIને ઈન્ટરનેટથી મેલ કરવા મામલે મુંબઈ ATSની ટીમ દ્વારા વડોદરાના માંડવીમાં આવેલ મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરાઈ હતી. RBIને ઈન્ટરનેટથી મેલ કરવામાં આવ્યો હતો તે રાઉટરને મુંબઈ ATSની ટીમે શોધી કાઢ્યું હતું. બે દિવસમાં વડોદરા પોલીસની મદદથી ઝડપી પાડેલ ત્રણ યુવકો પૈકી મોહંમદ આર્શીલે મેમણે જમાતખાનાની ઓફિસમાંથી મેલ કર્યો હોવાની આશંકા સામે આવી છે. આ મામલે ઓપ્ટિકલ હાઉસના મલિક યાસીન મેમણની પણ પૂછપરછ કરાઈ હતી. આર્શીલ છેલ્લા કેટલાક મહિનાઓથી મેમણ જમાતખાનાના સેક્રેટરી તરીકે કાર્યરત હતો. આર્શીલ મેમણે યાસીન મેમણને ગેરમાર્ગે દોરી ઈન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કર્યો હતો અને જમાતના ફોર્મ અપલોડ કરવાનું કહી ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કર્યો હતો. ATS દ્વારા રાઉટર સહિતની ચીજ વસ્તુઓ કબ્જે લેવાઈ હતી અને CCTV ફૂટેજની પણ ચકાસણી કરાઈ હતી. વડોદરા SOG તથા સ્થાનિક પોલીસને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleODIમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીના ટેસ્ટમાં પ્રદર્શન પર સવાલ ઉઠવા પામ્યા
Next articleઅંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ લવાયું