Home મનોરંજન - Entertainment KGF Chapter 2 ધાર્યા કરતાં વધુ કમાણી કરી, 100 કરોડનું કલેક્શન કરનાર...

KGF Chapter 2 ધાર્યા કરતાં વધુ કમાણી કરી, 100 કરોડનું કલેક્શન કરનાર પ્રથમ કન્નડ ફિલ્મ બની મોટી સફળતા મેળવી

49
0

(જી.એન.એસ),તા.૦૫
મુંબઈ
સાઉથ સિનેમાના સ્ટાર એક્ટર યશ, બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને રવિના ટંડન સ્ટારર ફિલ્મ ‘KGF 2’ 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આજ સુધીમાં ફિલ્મે વર્લ્ડ વાઈડ 1000 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. તેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મે તમિલનાડુમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ રાજ્યમાં 100 કરોડ થી વધુ કલેક્શન કરનાર પ્રથમ કન્નડ ફિલ્મ બની છે. ફિલ્મને રિલીઝ થયાને 20 દિવસ થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ ઝડપી બિઝનેસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય સ્ટારર ફિલ્મ બીસ્ટને પણ કેજીએફ 2એ પછાડી દીધી છે. થિયેટરોમાં નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, તેમ છતાં તેની કમાણી પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. તેણે વિશ્વભરમાં 1000 કરોડથી વધુ એકત્ર કર્યા છે. આ ફિલ્મે એક્ટર યશને ગ્લોબલ સ્ટાર બનાવ્યો છે. તેની ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે ધાર્યા કરતાં વધુ કમાણી કરીને મોટી સફળતા મેળવી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ સાથે એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’, પ્રભાસની ‘બાહુબલી 2’ અને આમિર ખાનની ‘દંગલ’ પછી આવે છે. KGF-2 1000 કરોડનો બિઝનેસ કરનારી ચોથી ભારતીય ફિલ્મ છે. કેજીએફ 2ના હિન્દી વર્ઝને રિલીઝના 14 દિવસમાં 353 કરોડનું કલેક્શન કર્યું હતું. કોરોના મહામારી બાદ આ હિન્દી ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે અજય દેવગનની ‘રનવે 34’ અને ટાઈગર શ્રોફની ‘હીરોપંતી 2’ જેવી ફિલ્મોને પણ પછાડી દીધી છે. ઉલ્લેખનિય છે કે, કેજીએફ 2નો ક્રેઝ એવો હતો કે ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ દ્વારા 60 કરોડનો બિઝનેસ કરી લીધો હતો. રિપોર્ટ્સનું માનીએ તો આ પહેલા બાહુબલી 2એ રિલીઝ પહેલા 58 કરોડનું કલેક્શન કર્યું હતું. કેજીએફ 2 રિલીઝ થઈ ત્યારથી તેણે ઘણા રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લીધા છે. તેનો ક્રેઝ આજે પણ લોકોમાં જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ડિસ્કસ થ્રો કમલપ્રિત કૌરનો ડોમ્પિંગ નિયમનું ઉલ્લંઘન કરતા ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ
Next articleગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ નેટફ્લિક્સ OTT પ્રીમિયર ના એક અઠવાડિયામાં Netflix પર વૈશ્વિક સ્તરે નંબર વન બિન-અંગ્રેજી ફિલ્મ બની