Home દેશ - NATIONAL ભારતીય ડિસ્કસ થ્રો કમલપ્રિત કૌરનો ડોમ્પિંગ નિયમનું ઉલ્લંઘન કરતા ભારત સરકારે લગાવ્યો...

ભારતીય ડિસ્કસ થ્રો કમલપ્રિત કૌરનો ડોમ્પિંગ નિયમનું ઉલ્લંઘન કરતા ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ

50
0

(જી.એન.એસ),તા.૦૫
નવીદિલ્હી
ભારતીય ડિસ્કસ થ્રો કમલપ્રિત કૌરનો ડોમ્પિંગ કેસ મામલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.. જેથી હવે ભારતીય ડિસ્કસ થ્રોઅર કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવાયો છે. ભારતના સિનિયર ડિસ્કસ થ્રો ખેલાજી કમલપ્રિત કૌર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. AIUની તપાસમાં કમલપ્રિત કૌર પોઝિટિવ આવતા પ્રતિબંધ લગાવાયો છે. તમને જણાવી દઈએ કે, કમલપ્રિત કૌર આ રમતમાં ભારતમાં ટોપ ખેલાડીમાંથી એક છે, ત્યારે હવે તેમને સજા થતા દેશને મોટ ઝટકો લાગી શકે છે. જો કમલપ્રિત કૌર દોષિત સાબિત થાય તે તેમના પર વધુમાં વધુ 4 વર્ષ સુધી પ્રતિબંધ લાગી શકે છે. આ મામલે વિશ્વ એથલેટિક્સ શાસી નિકાયે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, સ્ટેનોજોલોલના ઉપયોગ કરવા મામલે AIUએ કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પદાર્થના ઉપયોગ કરવો તે વિશ્વ એથલેટિક્સમાં ડોમ્પિંગના નિયમનું ઉલ્લંઘન છે. જ્યારે કોઈ ખેલાડી ડોમ્પિંગથી જોડાયેલા મામલે સંડોવાય તો વિશ્વ એથલેટિક્સ સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના પર પ્રતિબંધ લગાવે છે. ‘એથલેટિક્સ ઈન્ટિગ્રિટી યૂનિટ’ એ વિશ્વ એથલેટિક્સએ સ્થાપિત કરેલ એક સ્વતંત્ર સંસ્થા છે. આ સંસ્થાએ જ પંજાબની 26 વર્ષીય ખેલાડીને નોટિસ આપી પોતાનું પક્ષ રાખવા માટે કહ્યું છે. મહત્વનું છે કે, કમલપ્રિત કૌર ડિસ્કસ થ્રોમાં ભારત માટે ઓલમ્પિકમાં રમી ચૂકી છે. નેશનલ રોકોર્ડધારી કમલપ્રિતે ટોક્યો ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. જોકે તેઓ મેડલથી ચૂક્યા હતા, અને તેઓ છઠ્ઠા સ્થાન પર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નઈ સુપર કિંગ્સને 13 રને પરાજય આપી, ટોપ-4માં વાપસી કરી
Next articleKGF Chapter 2 ધાર્યા કરતાં વધુ કમાણી કરી, 100 કરોડનું કલેક્શન કરનાર પ્રથમ કન્નડ ફિલ્મ બની મોટી સફળતા મેળવી