Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડી વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

94
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૮૩.૫૯ સામે ૫૬૪૩૮.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૩૯૪.૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૧૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૨.૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૩૦૦.૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૦૫.૨૦ સામે ૧૬૮૯૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૮૫૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૬૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની ભીતિ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી વચ્ચે સતત ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે. યુક્રેન – રશીયા વચ્ચે યુદ્વનું ટેન્શન ક્યારે હળવું તો ક્યારેક ફરી વધ્યાના અનિશ્ચિત અહેવાલો વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતી વચ્ચે નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં આજે આરંભમાં કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને આરંભિક કડાકા બાદ ઝડપી રિકવર કરીને આજે ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સને મેનેજ કરીને ખાસ મોટો ઘટાડો નહીં લાવીને સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક ઓફલોડિંગ કર્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૧૧૧ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરમાં ૨૯૪ પોઈન્ટની અફડાતફડીના જોવા મળી હતી.

યુધ્ધ પહેલા જ રોકાણકારોની સંપત્તિમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. બે દિવસમાં સંપત્તિમાં સાત લાખ કરોડ કરતાં વધારે ઘટાડો નોંધાયો છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન મંગળવારે એક દિવસમાં રૂ.૨.૫૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૪.૭૮ લાખ કરોડ રહી ગયું હતું. યુરોપિયન યુનિયનના વધુ ભાગલા પડવાની દહેશત અને રશિયા – યુક્રેન વિવાદમાં અમેરિકાની આક્રમતાને કારણે વૈશ્વિક બજારમાં અજંપાની સ્થિતિ યથાવત છે. યુદ્ધની અટકળો વચ્ચે ગ્લોબલ ક્રૂડમાંના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર બાદ માંગ વધતા ભાવ સતત ઉંચકાઈ રહ્યાં છે અને હવે આ આંતરરાષ્ટ્રીય અરાજકતાના માહોલને અને સંકટને પગલે બ્રેન્ટ ક્રૂડ યુક્રેન ૯૮ ડોલરને પાર નીકળ્યું છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૬૭ અને વધનારની સંખ્યા ૬૮૯ રહી હતી, ૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન મહિનાના પ્રથમ પખવાડિયામાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં ઈન્ફરમેશન ટેકનોલોજી સ્ટોકસમાંથી પોતાના રોકાણ પાછા ખેંચવાનું ચાલુ રાખ્યું હતું. જો કે બેન્કિંગ શેરોમાં તેમણે ફરી ખરીદી શરૂ કરી છે. બીજી બાજુ, મેટલ્સ અને માઈનિંગ, ફાર્મા તથાટેકસટાઈલ સહિતના ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારો આકર્ષણ ધરાવે છે. જાન્યુઆરીના બીજા પખવાડિયામાં રૂ.૧૨૯૨૫ કરોડના આઈટી સ્ટોકસનું વેચાણ કર્યા બાદ વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં રૂ.૫૬૨૫ કરોડથી વધુના આઈટી શેરોનું વેચાણ કર્યાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. આજ રીતે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં રૂ.૨૭૦૦ કરોડના બેન્કિંગ સ્ટોકસનું વેચાણ કર્યા બાદ એફપીઆઈએ વર્તમાન માસના પ્રથમ પંદર દિવસમાં રૂ.૨૭૫૦ કરોડના બેન્કિંગ સ્ટોકસની ખરીદી કરી છે.

વર્તમાન વર્ષના જાન્યુઆરીના અંત સુધીમાં ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈસનો કુલ રોકાણ આંક જે રૂ.૪૭,૯૦,૯૭૬ કરોડ રહ્યો હતો તે ફેબ્રુઆરીના પ્રખમ પખવાડિયાના અંતે ઘટી રૂ.૪૭,૨૮,૮૬૧ કરોડ રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. વર્ષ ૨૦૦૮ની નાણાંકીય કટોકટીના સમયગાળામાં એફપીઆઈની ભારતીય ઈક્વિટીઝમાં આવેલી એકધારી વેચવાલી કરતા હાલમાં થયેલી વેચવાલીનો આંક ઘણો જ મોટો છે. વર્ષ ૨૦૨૧ના ઓકટોબરથી વર્તમાન વર્ષના જાન્યુઆરી સુધીના ચાર મહિનામાં ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈની અંદાજે રૂ.૧.૪૦ લાખ કરોડની નેટ વેચવાલી કરવામાં આવી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત બાદ એફપીઆઈસ ઊભરતી બજારોની ઈક્વિટીઝમાંથી પોતાના રોકાણ પાછી ખેંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field