Home દુનિયા - WORLD પાકિસ્તાન સુપર લીગ લાઈવ મેચમાં કેચ છોડ્યો તો સિનિયરે થપ્પડ મારી

પાકિસ્તાન સુપર લીગ લાઈવ મેચમાં કેચ છોડ્યો તો સિનિયરે થપ્પડ મારી

109
0

(જી.એન.એસ),તા.૨૨


પાકિસ્તાન


૨૧ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સુપર લીગમાં રમાયેલી પેશાવર ઝાલ્મી અને લાહોર કલંદર્સ વચ્ચેની મેચ સાથે સંબંધિત છે. આ મેચમાં લાહોર કલંદરનો બોલર હેરિસ રઉફ તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો. ત્યારપછી તેના બીજા બોલ પર હઝરતુલ્લાહ ઝઝઈનો કેચ કામરાન ગુલામ તરફ ગયો, જેને તેણે ડ્રોપ કરી દીધો. કેચ છોડતાની સાથે જ હેરિસ રઉફ ભડકી ગયો હતો. તે પણ જ્યારે રમત હમણાં જ શરૂ થઈ હતી. તે ગુસ્સામાં કામરાન પાસે આવ્યો અને તેને જાેરદાર થપ્પડ મારી. હરિસ રઉફની તેની ટીમના સાથી સાથેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જાે કે, મેચમાં ૧.૨ ઓવરમાં બનેલી આ ઘટનાના સિક્કાની બીજી બાજુ પણ વહેલી જાેવા મળી હતી. આ વખતે ઓવર ૧૬.૪ હતી અને બોલર શાહીન શાહ આફ્રિદી હતો, હેરિસ રઉફ નહીં. પેશાવરના બેટ્‌સમેન તલતે શોટ રમ્યો અને બોલ ફરી એકવાર કામરાન ગુલામ પાસે ગયો. તેણે તેને ફિલ્ડ કરી અને સીધો વિકેટ પર થ્રો કર્યો હતો. તલત રન આઉટ થયો હતો. પછી શું, હેરિસ રઉફે તરત જ તેને ગળે લગાડ્યો. જાણે પોતાની થપ્પડ મારવાની ભૂલ સમજાઈ ગઈ હોય એમ.ક્રિકેટ એક ટીમ ગેમ છે, જ્યાં દરેક ખેલાડી એકબીજા સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહે છે. આ ગુણને કારણે તેને જેન્ટલમેન ગેમ પણ કહેવામાં આવે છે. પરંતુ, પાકિસ્તાનની ટી-૨૦ લીગમાં આ જેન્ટલમેન ગેમની ઈમેજ કલંકિત થઈ છે. પાકિસ્તાની ખેલાડીની હરકતને કારણે આવું બન્યું છે. આમ પણ રમતમાં ભૂલો તો થતી રહે છે, પરંતુ કોઈ ખેલાડી જાણી જાેઈને ભૂલ કરતો નથી. તમામ ખેલાડીઓ આ વાત સારી રીતે સમજે છે. તેમ છતાં, પાકિસ્તાન સુપર લીગમાં જ્યારે એક ખેલાડી એક કેચ ચૂકી ગયો તો તેનો એક સિનિયર ખેલાડી ગુસ્સે થઈ ગયો. ગુસ્સાની તીવ્રતા એટલી હતી કે તેણે તેને મેદાનમાં જ સાથી ખેલાડીને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર પાકિસ્તાની ખેલાડીનું નામ હેરિસ રઉફ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં અફડાતફડી વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Next articleડોનાલ્ડ ટ્ર્‌મ્પે પોતાનું સોશિયલ મીડિયા લોન્ચ કર્યું