Home દેશ - NATIONAL ધ ફેમિલી મેન’ શ્રેણીની ત્રીજી સીઝન ઘણા નવા ટ્વિસ્ટ સાથે આ વર્ષને...

ધ ફેમિલી મેન’ શ્રેણીની ત્રીજી સીઝન ઘણા નવા ટ્વિસ્ટ સાથે આ વર્ષને અંતે ફ્લોર પર આવશે

79
0

(જી.એન.એસ),તા.૨૨


મુંબઈ


મનોજ બાજપેયીની શ્રેણી ‘ધ ફેમિલી મેન’ કે જેમાં પહેલી સીઝન ૨૦૧૯માં પહેલા એપિસોડ થી શરુ થઇ હતી હાલ મનોજ બાજપેયીની ‘ધ ફેમિલી મેન’ શ્રેણીના બે સીઝન પુરા થયા છે અને બીજી સીઝન છેલ્લા એપિસોડ ના ક્લાઈમેક્સમાં જોવા મળ્યું કે ફિલ્મના નિર્માતા રાજ અને ડીકેએ ત્રીજી સીઝનનો સંકેત આપી દીધો હતો. હવે તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટીંગ શરૂ કરી દીધી છે. તેની બે સીઝનમાં શારીબ હાશમી, પ્રિયમણી, શ્રેયા ધનવંત્રી અને શરદ કેલકર જોવા મળ્યા હતા. બીજી સીઝનમાં સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. OTT શ્રેણીમાં આ તેમનો પ્રથમ પ્રોજેક્ટ હતો. તેમના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ભારતમાં એવી ઘણી ઓછી સિરીઝ છે જેની બીજી સિઝન પહેલી સિઝન કરતાં વધુ હિટ રહી છે પરંતુ ફેમિલી મેનની બંને સિઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે તેની ત્રીજી સીઝન વિશે પણ નવા અપડેટ્સ આવી રહ્યા છે. તેની ત્રીજી સીઝન માટે સ્ક્રિપ્ટીંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં તે ફ્લોર પર જશે. આ સીરીઝનો ક્રેઝ એટલો બધો છે કે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સે ત્રીજી સીઝનના આઈડિયાને ક્રેક કરીને કામ શરૂ કરી દીધું છે. આ વર્ષના અંત સુધીમાં તે ફ્લોર પર જાય તેવી શક્યતા છે. તેની ત્રીજી સિઝનમાં મનોજ બાજપેયી અને પ્રિયમણિનું હોવું લગભગ નિશ્ચિત છે. સ્ક્રિપ્ટ પૂર્ણ થતાંની સાથે જ બાકીની કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બીજી તરફ, આ શોના મેકર્સ રાજ અને ડીકે શાહિદ કપૂરને લઈને એક વેબ સિરીઝ બનાવી રહ્યા છે, જેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. તે સેટલ થયા બાદ ‘ધ ફેમિલી મેન 3’માં પરત ફરશે. આ નવી સિરીઝમાં સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ કામ કરી રહ્યા છે. આ પણ એમેઝોન પ્રાઇમ માટે જ બનાવવામાં આવી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુક્રેનમાં ભારતીયોની સુરક્ષા એ અમારી માટે જરૂરી છે : ભારતે યુએનને કહ્યું
Next articleભારતીય શેરબજારમાં અફડાતફડી વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!