Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
કુટુંબ: રાષ્ટ્રીય ઉત્કર્ષ અને વૈશ્વિક એકતાનો આધારસ્તંભ વેક્સિન મૈત્રીથી લઈને જી-20 સમીટના આયોજનમાં વસુઘૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો પડઘો (જી.એન.એસ) તા 14 દરેક નાગરિકના કુટુંબના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ભારત અને ગુજરાત સરકારની પરિવાર કલ્યાણ યોજનાઓ વિશ્વ પરિવાર દિવસની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારની કર્મયોગી પરિવારોને આરોગ્ય સુરક્ષાની અમૂલ્ય ભેટ: ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના’ માનવ સભ્યતાના ઉષાકાળથી કુટુંબ એક એવી અવિચળ સંસ્થા રહી છે, જેણે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી છે. તે માત્ર જૈવિક સંબંધોનું માળખું નથી, પરંતુ સંસ્કૃતિ, મૂલ્યો, જ્ઞાન અને ભાવનાત્મક સુરક્ષાનું પ્રથમ પારણું છે. સંસ્કાર, મૂલ્યો અને પરંપરાઓનું સિંચન કુટુંબમાં જ થાય છે, જે એક મજબૂત…
મેષ આજે તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. ઑફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. આજે, રાત્રે, તમારે ઘર ના લોકો થી દૂર થવું અને તમારા ઘર ની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય…
તિથિ તૃતીયા (ત્રીજ) – 28:05:49 સુધી નક્ષત્ર જ્યેષ્ઠા – 14:08:04 સુધી કરણ વાણિજ – 15:21:33 સુધી, વિષ્ટિ ભદ્ર – 28:05:49 સુધી પક્ષ કૃષ્ણ યોગ શિવ – 07:00:36 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:58:48 સૂર્યાસ્ત 19:13:10 ચંદ્ર રાશિ વૃશ્ચિક – 14:08:04 સુધી ચંદ્રોદય 21:49:59 ચંદ્રાસ્ત 07:31:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 2 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:14:21 અશુભ સમય દુર મુહુર્ત 10:23:35 થી 11:16:33 ના, 15:41:20 થી 16:34:17 ના કુલિક 10:23:35 થી 11:16:33 ના દુરી / મરણ 15:41:20 થી 16:34:17 ના રાહુ કાળ 14:15:17 થી 15:54:34 ના કાલવેલા/અર્ધ્યામ 17:27:15 થી…
ગુજરાત સાયન્સ સિટીનું નવું નજરાણું : એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી (જી.એન.એસ) તા. ૧૪ અમદાવાદ, અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનત્તમ ગેલેરી, ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ૧૫ મે ૨૦૨૫થી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે. સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે. આ અવસરે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના…
(જી.એન.એસ) તા. ૧૪ અમરેલી, રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, કાર અને બાઇક વચ્ચે સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલા સહિત આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. અકસ્માતો અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રોંગ સાઇડમાંથી આવી રહેલી સ્વીફ્ટ કાર એસ.ટી. બસ સાથે ટકરાતા કારમાં સવાર ત્રણેય લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બાઇક ચાલક બસની પાછળ ઘૂસી જતાં ઇજા પહોંચી હતી. કારમાં સવાર લોકો દીવ તરફથી આવી રહ્યા હતા. મૃતકો પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.…
I-PRAGATI પોર્ટલ, સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ “તેરા તુઝકો અર્પણ”, અનફ્રિઝ એપ્લિકેશન (જી.એન.એસ) તા. 14, ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી સરકારી કચેરીઓમાં લોકોની વિશ્વસનિયતા વધે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા આશયથી આ પોર્ટલ લોન્ચ કર્યા હતા. આ પોર્ટલ લોન્ચ થવાના પરિણામે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઇન સુવિધાઓ ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…
(જી.એન.એસ) તા. ૧૪ ગાંધીનગર, કોઈ પણ નાગરિકને આકસ્મિક જીવલેણ બીમારી થાય ત્યારે રાજ્ય સરકારના આયુષ્માન કાર્ડ દ્વારા નાગરિક તેની સારવાર કરાવી શકે છે. જો કોઈ નાગરિકને કેન્સર જેવી બીમારી થઈ જાય તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં કેન્સરના દર્દીઓ અને તેના સહાયકોને એક ખાસ પ્રકારની ભાડામાં છૂટછાટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ. ટી નિગમ દ્વારા કેન્સરના દર્દીઓને રાહત દરે મુસાફરી માટે એક ખાસ સેવા આપવામાં આવી રહી છે. કેન્સરના દર્દીઓને અથવા તેમના સહાયક સાથે એસ.ટી બસમાં તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં…
(જી.એન.એસ) તા. ૧૪ રાજકોટ, ઇડીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૫ મુજબ રૂા. ૨૧ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. આ મિલકતો અંગે કોઇ હુકમ નહીં કરવા રાજકોટની કોર્ટમાં ઇડીએ અરજી કરી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાગઠિયા સામે આઈપીસીની કલમો હેઠળ બે અને ભ્રષ્ટાચાર નિવારણના કાયદા હેઠળ એક મળી કુલ ત્રણ કેસો નોંધાયા હતાં. જેમાંથી એસીબીએ તપાસ દરમિયાન સાગઠિયાની રૂા. ૨૮ કરોડની અપ્રમાણસર મિલકતો શોધી કાઢી હતી. જે તેણે પોતાની પત્ની અને પુત્રના નામે વસાવી હતી. એક સ્થાવર મિલકતમાં તેના પુત્ર…
(જી.એન.એસ) તા. ૧૪ અમદાવાદ, ફરી એકવાર શહેરમાં રાતના સમયે થયો ગંભીર અકસ્માત, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે મહિલા કારચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં બાઇક પર સવારબે યુવકો પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા અકસ્માત સર્જાયા બાદ મહિલા ફરાર થઈ ગઇ હતી. આ અકસ્માત મામલે સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, એક મહિલા કારચાલકે પૂરપાટ ઝડપે ક્રેટા કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક મહિલાએ સામે તરફથી બાઇક લઇને આવેલા બે યુવકોને ટક્કર મારતાં બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચી…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ (જી.એન.એસ) તા. ૧૪ ગાંધીનગર, રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ મળશે લાભ. રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેવા સંજોગોમાં નિયમાનુસાર મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી…
