Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૧૨/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૧૨/૦૬/૨૦૨૬)
- રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ
- ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત
- ગુજરાતની સ્પેસ ટેક પોલિસી (2025-30) અંતર્ગત GIDC ખોરાજ ખાતે અત્યાધુનિક કોમન ટેકનિકલ ફેસિલિટીઝથી સજ્જ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કની જાહેરાત
- એક અઠવાડિયામાં મમતા બેનરજીને ત્રીજો ઝટકો!
- બિહાર MLC ચૂંટણી: નીતિશ કુમારના પુત્ર, ભોજપુરી અભિનેતા પવન સિંહ સહિત 10 લોકો બિનહરીફ ચૂંટાયા; NDA ને 9 બેઠકો મળી
- ભાજપાના પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૧ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા અને ઝોન બેઠક યોજાઈ
- વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ
- મેક ઇન ઇન્ડિયા માટે સીમાચિહ્નરૂપ: સ્વદેશી એરબસ C-295 એ વડોદરામાં તેની પ્રથમ ઉડાન ભરી
- દિલ્હીના પશ્ચિમ વિહારમાં ગુરુ રંધાવાના જીમમાં ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
- ઓમાન કિનારા નજીક હોર્મુઝ સ્ટ્રેટ નજીક કાર્ગો જહાજ પર અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત
Author: gujdesk
મેષ આજે તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. દિવસ ના અંતે, આજે તમે તમારા ઘર ના લોકો ને સમય આપવા ની ઇચ્છા કરશો, પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘર ની નજીક ના કોઈ વ્યક્તિ થી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે. તમારા જીવનસાથી આજ પૂર્વે…
તિથિ ચતુર્દશી (ચૌદસ) – 19:02:22 સુધી નક્ષત્ર રોહિણી – 12:55:23 સુધી કરણ વિષ્ટિ ભદ્ર – 08:36:34 સુધી, શકુની – 19:02:22 સુધી પક્ષ કૃષ્ણ યોગ શૂળ – 09:35:33 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:55:24 સૂર્યાસ્ત 19:28:27 ચંદ્ર રાશિ વૃષભ – 23:46:52 સુધી ચંદ્રોદય 29:22:59 ચંદ્રાસ્ત 18:38:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 10 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:33:03 અશુભ સમય દુર મુહુર્ત 08:38:00 થી 09:32:12 ના કુલિક 14:03:13 થી 14:57:26 ના દુરી / મરણ 06:49:36 થી 07:43:48 ના રાહુ કાળ 16:05:11 થી 17:46:49 ના કાલવેલા/અર્ધ્યામ 08:38:00 થી…
(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વરા ગુજરાતમાં વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે આગાહી કરી છે. 27 જૂને પવિત્ર રથયાત્રામાં વરસાદ પડવાની શકયતા છે. તેમજ આજે અમદાવાદમા યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 24 થી 27 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.…
(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા યોજાવાની છે, તેના માટે ખૂબ મોટા ભાગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથેજ તેમને જણાવ્યું હતું કે, 148 મી રથયાત્રા ના ભાગરૂપે તા. 25 જૂન બુધવારનો કાર્યક્રમ રથયાત્રા પૂર્વ જગન્નાથજી નિજ મંદિર પરત ફરશે. ત્યાર બાદ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની નૈત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવશે. વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે. ધ્વજા રોહણની વિધિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજરી આપશે. તે સિવાય આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહમંત્રી હર્ષભાઈ…
અમેરિકાના બોમ્બમારા બાદ ઇરાનની સંસદે લીધો મોટો નિર્ણય વિશ્વભરને ઓઇલ અને અન્ય ઇંધણ પુરુ પાડવા માટે મહત્વપૂર્ણ છે તેવી હોર્મુઝ ખાડી હવે બંધ (જી.એન.એસ) તા. 23 તેહરાન, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકા દ્વારા ઈરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર બોમ્બમારા બાદ ઇરાનની સંસદે એક એવો નિર્ણય લીધો છે જેની વિશ્વભરમાં મોટી અસર થઇ શકે છે. ઇરાનની સંસદે વિશ્વભરને ઓઇલ અને અન્ય ઇંધણ પુરુ પાડવા માટે મહત્વપૂર્ણ એવા એક સ્થળ હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. ઇરાનની સંસદ દ્વારા આ સ્થળને બંધ કરવાના નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે. ઇરાનના આ નિર્ણયથી વિશ્વભરમાં મોટાભાગના દેશોના…
(જી.એન.એસ) તા. 23 સુરત, સુરત જિલ્લામાં સોમવારે સવારથી જ મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરીસ્થિતિ સર્જાઈ હતી જેમાં સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ફક્ત 6 કલાકમાં 7.24 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતાં 7 થી 1 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લાલ દરવાજા પાસે…
(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’-સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦ અંતર્ગત રૂ. ૧૮૬૧.૪૨ લાખના ૧૨૨ હેવી અર્થ મુવિંગ મશિનરી તથા નિરીક્ષણ વાહનોનું ગાંધીનગર ખાતેથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૪-૨૫માં જળ સંપત્તિ વિભાગની યાંત્રિક પાંખ દ્વારા રૂ. ૧૮.૬૧ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રકારની મશિનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ વાહનો દ્વારા રાજ્યના વર્તમાન ડેમ, કેનાલ, તળાવ બનાવવા, દુરસ્ત કરવા તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન…
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-૧ અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ ૧૦ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ગત…
ડિજિટલ ગુજરાત: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતા અટકાવવા અગમચેતીના પગલાં માટે ગુજરાત કરી રહ્યું છે AIનો ઉપયોગ EWS થકી સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી, જેમના પર અપાશે વિશેષ ધ્યાન (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમના પરિણામે આજે ગુજરાતની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2001-02 જ્યાં ધો 1 થી 8માં વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 37.22 ટકા…
(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપો બાદ રાજીનામું આપ્યું હતું. થોડા દિવસો પહેલા, કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથેનો એક ફોટો મુકીને સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધ પોસ્ટ મૂકી હતી. કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપના દ્વારા દલિત સમાજ માટે જે શબ્દો વાપરવામાં…
