Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૧૧/૦૬/૨૦૨૬)
- હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા
- રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ
- યુપીના કાનપુર સ્થિત નકલી ડિગ્રી રેકેટ 13 વર્ષથી ભારત, યુકે, કેનેડા અને સાઉદી અરેબિયામાં કાર્યરત; ૧૦ ની ધરપકડ
- કેન્દ્રીય કેબિનેટની અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને અપાઈ મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ
- જેલમાંથી છૂટતા જ મોન્ટુ નામદારે ખાડિયામાં રોફ જમવા કર્યો નવો સ્ટંટ!
- NDA સંમેલનમાં 15 થી વધુ પક્ષો હાજરી આપી
- મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના ટીએમસી માટે બીજો મોટો ઝટકો
- પશ્ચિમ બંગાળ કેબિનેટ વિસ્તરણ: મુખ્યમંત્રી સુવેન્દુએ લીધું ગૃહ ખાતું, સ્વપ્ન દાસગુપ્તાને નાણાં ખાતું સોંપાયું
- આજથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે CJP
- વિજય રૂપાણીની પુત્રીને એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી: ‘ચુકવણી સ્વીકારવાનું કોઈ દબાણ નથી’
- મેલોનીથી મારાપે સુધી: વિશ્વના નેતાઓએ સતત ચૂંટણી લડતા પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીના રેકોર્ડની પ્રશંસા કરી
Author: gujdesk
મેષ આજે કામનું દબાણ આજે તાણ તથા ટૅન્શન લાવી શકે છે. વેપાર માં આજ ના દિવસે સારો લાભ થવા ની શક્યતા છે. આજ ના દિવસે તમે પોતાના વેપાર ને નવી ઉંચાઈઓ આપી શકો છો. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે. વૃષભ આજના દિવસે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. તમારી પાસે…
ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) મેડિકલ (MBBS) ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ વર્ષ 2024-25માં રાજ્યની તબીબી શાખાની 5000થી વધુ વિદ્યાર્થિનીઓને MKKN હેઠળ ₹162.69 કરોડની આર્થિક સહાય (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનું સશક્તિકરણ મહત્વપૂર્ણ છે’. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, સરકારે એક સમાવેશી અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ (વીમેન લેડ ડેવલપમેન્ટ) માટે ઘણા નક્કર પગલાં લીધાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેઓએ દર્શાવેલા પથ પર આગળ વધતા રાજ્યમાં તમામ માટે અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવાના પ્રયાસ…
પ્રજાજનો – જન પ્રતિનિધિઓની રજૂઆતો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ સકારાત્મક અભિગમ (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી ૮૦ ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૯ (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. રાજ્ય સરકાર…
તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – 10:23:06 સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – 08:54:46 સુધી કરણ તૈતુલ – 10:23:06 સુધી, ગરજ – 23:07:20 સુધી પક્ષ શુક્લ યોગ વ્યતાપતા – 17:18:19 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:57:25 સૂર્યાસ્ત 19:29:13 ચંદ્ર રાશિ સિંહ – 15:24:38 સુધી ચંદ્રોદય 11:28:00 ચંદ્રાસ્ત 23:52:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 17 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:31:48 અશુભ સમય દુર મુહુર્ત 08:39:46 થી 09:33:54 ના કુલિક 14:04:30 થી 14:58:37 ના દુરી / મરણ 06:51:32 થી 07:45:39 ના રાહુ કાળ 16:06:16 થી 17:47:45 ના કાલવેલા/અર્ધ્યામ 08:39:46 થી 09:33:54…
કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઇથી ઓકટોબર માસ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળે છે, જેથી દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૬ મે, ૨૦૨૫ના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ “Check, Clean, Cover: Steps to defeat Dengue” ની થીમ સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવ્યો હતો. રાજ્યમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા તેમજ ડેન્ગ્યુ અને તેનાથી થતા મૃત્યુ ઘટાડવામાં નાગરિકોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય તે માટે એક ઝુંબેશ સ્વરૂપે અલગ અલગ પ્રવૃતિઓ રાજ્ય,…
(જી,એન,એસ) તા. 30 રાજૌરી, જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં નિયંત્રણ રેખા (LoC) નજીક સરહદ સુરક્ષા દળ (BSF) દ્વારા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદ અરીબ અહેમદ તરીકે ઓળખાતા ઘુસણખોરને શંકાસ્પદ સંજોગોમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે અટકાવવામાં આવ્યો હતો, જેના કારણે સંવેદનશીલ સરહદી ક્ષેત્રમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, BSF રાજૌરી બટાલિયને LoC પાર કરવાનો પ્રયાસ કરી રહેલા વ્યક્તિને જોયો અને તેને કોઈ પણ ઘટના વિના અટકાયતમાં લીધો. પ્રારંભિક તપાસ દરમિયાન, તેના કબજામાંથી 20,000 રૂપિયાના પાકિસ્તાની ચલણ મળી આવ્યા હતા. આ વ્યક્તિ પાસે કોઈ હથિયાર કે ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા ન હતા,…
હ્યુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન સહિત કુલ ૦૩ વાહનો મળી આશરે કુલ ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત (જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરી સરકારશ્રીની રોયલ્ટીની આવકમાં વધારો થાય તે હેતુથી અત્રેની કચેરીની ક્ષેત્રિય ટીમ સતત ચેકિંગ અંગેની કામગીરી કરતા અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રી દ્વારા મોજે. વૈષ્ણોદેવી સર્કલ તા.જી.ગાંધીનગર પાસેથી ડમ્પર નં GJ-02-ZZ-2100 દ્વારા રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનિજના બિન અધિકૃત વહન,…
સુરત પોલીસને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 30 સુરત, સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ ને એક મોટી સફળતા મળી છે જેમાં, ગેમિંગ-ટ્રેડિંગ રેકેટમાં લગભગ 943 કરોડના આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે SOGએ 8 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આરોપી નંદલાલ વિઠલભાઈ ગેવરીયા છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ ચલાવતો હતો. તે ઉપરાંત બનાવ સ્થળે છેલ્લા દોઢ વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગનું રેકેટ શરૂ કર્યું હતું. આરોપીએ અલગ અલગ વેબસાઈટ બનાવી હતી અને લોકોને શેર બજારમાં…
જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 3 બી.એડ. કોલેજની માન્યતા રદ (જી.એન.એસ) તા. 30 જુનાગઢ, બી.એડ અને એમ.એડ માટે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે જેમાં, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને 3 કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ન કરવા સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર અનુસાર, સીમારની ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન (B.ED) અને ઉનાની વી.બી. નાંડોળા કોલેજની (B.ED) માન્યતા રદ કરવામાં આવી છે. જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 3 બી.એડ. કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભક્ત કવિ…
વડોદરાની એક એવી સંસ્થા જે ૧૧૫ વર્ષથી કરે છે સહકારી પ્રવૃત્તિ ૧૯૧૦માં બરોડા સ્ટેટના ૧૩ અધિકારી સાથે શરૂ થયેલી આ સંસ્થામાં આજે સરકારી વિભાગોના ૧૧ હજાર કરતા વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે (જી.એન.એસ) તા. 30 વડોદરા, વડોદરામાં છેલ્લા ૧૧૫ વર્ષથી ચાલતી સરકારી કર્મચારીઓની સહકારી પ્રવૃત્તિની સંસ્થાએ સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કર્યો છે. વડોદરાના તત્કાલીન મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી સ્થપાયેલી આ સહકારી સંસ્થાએ વડોદરામાં ફરજ બજાવતા અનેક સરકારી કર્મચારીઓના ઘરના ઘરની સ્વપ્નને સાકાર તો કર્યું છે, પણ સાથે નાણાંકીય ભીડના સમયે આર્થિક સહાય પણ કરી છે. આ વાત ૧૯૧૦ના વર્ષની છે. બરોડા રાજ્યના રાજવી સર સયાજીરાવ ગાયકવાડે પોતાના કર્મચારીઓ…
