Author: Gujarat Desk

તિથિ ચતુર્થી (ચોથ) – 19:40:11 સુધી નક્ષત્ર કૃતિકા – 17:31:49 સુધી કરણ ભાવ – 09:16:06 સુધી, બાલવ – 19:40:11 સુધી પક્ષ કૃષ્ણ યોગ સિદ્ધિ – 17:41:12 સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:34:14 સૂર્યાસ્ત 18:19:01 ચંદ્ર રાશિ વૃષભ ચંદ્રોદય 20:47:00 ચંદ્રાસ્ત 09:50:59 ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 24 મહિનો પૂર્ણિમાંત કાર્તિક (કારતક) મહિનો અમાંત આશ્વિન (આસો) દિન કાળ 11:44:47 અશુભ સમય દુર મુહુર્ત 08:55:11 થી 09:42:10 ના, 12:50:07 થી 13:37:06 ના કુલિક 08:55:11 થી 09:42:10 ના દુરી / મરણ 13:37:06 થી 14:24:06 ના રાહુ કાળ 10:58:32 થી 12:26:38 ના કાલવેલા/અર્ધ્યામ…

Read More

(જી.એન.એસ) તા. 9 અમદાવાદ, વર્ષ 2018 નો બહુચર્ચિત બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. હવે તેમણે સેશન્સ કોર્ટના દોષિત ઠેરવવાના આદેશ વિરૂદ્ધ હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ વર્ષે 29મી ઓગસ્ટના રોજ અમદવાદ સેશન્સ કોર્ટે બિલ્ડર અને વેપારી શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રૂપિયાના 200 બિટકોઈન પડાવવાના મામલામાં નલિન કોટડિયા અને અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નલિન કોટડિયાએ તેમને અપાયેલી સજા પર સ્ટેની માંગ સાથે પણ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. વર્ષમાં 2012માં કોટડિયાએ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના…

Read More

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત ઊર્જા સુરક્ષા અને ‘વિકસિત ભારત’ના ૧૦૦ GW ન્યુક્લિયર લક્ષ્યાંક પર મંથન કરવામાં આવ્યું (જી.એન.એસ) તા. 9 મહેસાણા, પ્રાદેશિક વિકાસને વૈશ્વિક રોકાણ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે ઊર્જા સુરક્ષાના મહત્ત્વપૂર્ણ વિષય પર “Brainstorming on Harnessing Nuclear Energy” વિષય પર ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યુક્લિયર એનર્જીના ક્ષેત્રમાં ભારત સરકારના ‘વિકસિત ભારત’ના મહત્ત્વાકાંક્ષી ૧૦૦ GWના લક્ષ્યાંકને હાંસલ કરવા અને તેમાં ગુજરાતના યોગદાનને વધારવા માટેની વ્યૂહરચના પર આ સત્રમાં સઘન વિચાર-વિમર્શ થયો હતો. આ મહત્ત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું…

Read More

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડ બેંકના સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની વન ટુ વન બેઠક ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ હતી (જી.એન.એસ) તા. 9 મહેસાણા, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઉત્તર ગુજરાતની આવૃત્તિ મહેસાણાના ખેરવા ખાતે આજથી બે દિવસ માટે યોજાઇ રહી છે. આ VGRCના પ્રથમ દિવસે વન ટુ વન બેઠક ઉપક્રમમાં વર્લ્ડ બેંકના સાઉથ એશિયા ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રીની સાથે બેઠક યોજી હતી તેમણે ગુજરાતના વેપારીઓ – ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ વેલ્યુ ચેનમાં જોડવા માટે વર્લ્ડ બેન્કની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે ગુજરાતીઓની વેપાર કુશળતા અને બજાર વ્યવસાયની ક્ષમતાઓની પ્રશંસા પણ કરી હતી.…

Read More

(જી.એન.એસ) તા. 9 બેંગલુરુ, કર્ણાટક સરકારે જાહેરાત કરી છે કે રાજ્યભરની મહિલા કર્મચારીઓને દર મહિને એક દિવસની માસિક સ્રાવ રજા મળશે. કેબિનેટની જાહેરાત મુજબ, આ નિર્ણય સરકારી કચેરીઓ, ગાર્મેન્ટ ઉદ્યોગો, બહુરાષ્ટ્રીય કંપનીઓ, આઇટી કંપનીઓ અને અન્ય ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં કામ કરતી મહિલાઓને લાગુ પડે છે. આ જાહેરાત સાથે, કર્ણાટક બિહાર, ઓડિશા, કેરળ અને સિક્કિમ સહિત અન્ય ભારતીય રાજ્યોની યાદીમાં જોડાય છે, જેમણે પહેલાથી જ સમાન માસિક સ્રાવ નીતિઓ લાગુ કરી છે. એક સત્તાવાર કેબિનેટ નોંધ અનુસાર, આ નીતિ “કામ કરતી મહિલાઓના શારીરિક અને માનસિક આરામને સુનિશ્ચિત કરવા” અને “વધુ સમાવિષ્ટ અને સહાયક કાર્ય વાતાવરણ” ને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. 9 ચેન્નાઈ, મધ્યપ્રદેશ પોલીસે કોલ્ડ્રિફ કફ સિરપ બનાવતી કંપની, શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિક એસ રંગનાથનની ધરપકડ કરી છે. રાજ્યમાં અનેક બાળકોના મૃત્યુ સાથે કોલરિફ સંકળાયેલો છે. મધ્યપ્રદેશ અને તમિલનાડુ પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક રંગનાથનની ચેન્નાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે રાત્રે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઝેરી સીરપ પીવાથી મૃત્યુ પામેલા ઓછામાં ઓછા 20 બાળકોના મૃત્યુના સંદર્ભમાં રાજ્ય પોલીસ તેમની શોધ કરી રહી હતી. તેમની ધરપકડ માટે 20,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ ઉપરાંત, રાજસ્થાનમાં પણ કેટલાક મૃત્યુ આ જ સીરપ સાથે જોડાયેલા…

Read More

“રાષ્ટ્ર પ્રથમ” ધ્યેય સાથે ગાંધીનગર જિલ્લા આરોગ્ય સોસાયટીના મેડિકલ ઓફિસરોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, વિકસિત ભારતનો અમૃત કાળ એટલે સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના , વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ.7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાત ભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે ત્રીજા દિવસે કલેકટર કચેરી ખાતે, ઇન્ચાર્જ ડીડીઓ શ્રીમતી વેગડાનાં અધ્યક્ષતામાં, ગાંધીનગર જિલ્લા આરોગ્ય સોસાયટી હેઠળના નેશનલ હેલ્થ મિશન, આરસીએચ અને ડીપીએમયુની રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સપ્ટેમ્બર -૨૫ની ભૌતિક સિદ્ધિઓની સમીક્ષા તથા નાણાકીય ખર્ચને બહાલી આપવા ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ડોક્ટરો, અધિકારીઓ-કર્મચારીઓએ ભારત વિકાસની…

Read More

(જી.એન.એસ) તા. 9 રાજકોટ, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુરુવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવી પહોંચ્યા છે. સૌરાષ્ટ્રથી શરૂ થયેલો તેમનો આ પ્રવાસ ધાર્મિક સ્થળો અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રને આવરી લેશે, જેના માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટ આવી પહોંચ્યા છે. 10મી ઓક્ટોબરે સોમનાથ અને સાસણ જશે. સવારે 10:00 વાગ્યે રાષ્ટ્રપતિ સર્કિટ હાઉસથી હિરાસર એરપોર્ટ જવા રવાના થશે. હિરાસર એરપોર્ટ પરથી તેઓ સીધા જ સોમનાથ જવા રવાના થશે. બપોરે 12:00 વાગ્યે: સોમનાથ ખાતે તેઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને ત્યારબાદ બપોરનું ભોજન લેશે. ભોજન બાદ તેઓ સાસણ ગીર જવા રવાના થશે,…

Read More

ભરૂચમાં ધર્માંતરણના ષડયંત્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો  (જી.એન.એસ) તા. 9 અમદાવાદ/ભરૂચ, ભરૂચમાં ધર્માંતરણના ષડયંત્રના કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કોર્ટે કોઈપણ પ્રકારની કાનૂની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.આ નિર્ણય 100થી વધુ ગરીબ અને વંચિત લોકોના ધર્માંતરણના મામલે આરોપીઓ માટે એક મોટો ઝટકો સાબિત થયો છે. આ કેસમાં ગુજરાત જણાવ્યું હતું કે, આ ધર્માંતરણ વિદેશમાંથી ભારતમાં ચલાવવામાં આવતું એક વિશેષ અને સુઆયોજિત ષડયંત્ર છે. આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ વિશેષ ધ્યાન આપ્યું હતું, જે દર્શાવે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર છે. કોર્ટે પણ સરકારી વલણને સમર્થન આપતા આ પ્રકરણને વિશેષ…

Read More

(જી.એન.એસ) તા. 9 અમદાવાદ, ભારતીય ટપાલ વિભાગ દ્વારા “ઢાઈ અક્ષર” અખિલ ભારતીય પત્ર લેખન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્પર્ધકોએ “મારા રોલ મોડેલને પત્ર” વિષય પર પત્ર લખવાનો રહેશે. જેમાં વિજેતાને રૂ. 5000/- થી લઈ ને રૂ. 50000/- સુધીનો પુરસ્કાર મળી શકે છે. પત્ર અંગ્રેજી/હિન્દી/ગુજરાતીમાં શ્રી સિનિયર સુપરીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, અમદાવાદ સિટી ડીવિઝનને સંબોધીને લખી શકાશે. આ પત્ર એ-4 સાઇઝના કાગળ (વધુમાં વધુ 1000 શબ્દો) અથવા આંતરદેશિય કાર્ડ (વધુમાં વધુ 500 શબ્દો) માં લખી શકાશે. એ-4 સાઇઝના કાગળને એમ્બોસસેડ કવરમાં નાખી પોસ્ટ કરવાના રહેશે. આ પત્રો “શ્રી સિનિયર સુપરીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, અમદાવાદ સિટી ડીવિઝન, અમદાવાદ-380009″ના સરનામે તારીખ 08.12.2025 સુધીમાં પહોચી જાય તે રીતે મોકલવાના રહેશે. જે માટે શહેરમાં નક્કી કરેલ પોસ્ટ ઓફિસમાં (નવરંગપુરા, રેવડી બજાર, મણિનગર, માણેકબગ…

Read More