Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

127
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૯૭.૪૮ સામે ૫૭૮૯૨.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૬૮૪.૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૨.૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૦.૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૮૦૬.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૪૬.૭૫ સામે ૧૭૨૩૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૮૬.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૯૯.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના અંતિમ સપ્તાહ સાથે ડેરિવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના અંત પૂર્વે આજે વૈશ્વિક હોલી-ડે મૂડને લઈ ખાસ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈની પાંખી હાજરી વચ્ચે લોકલ ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળી હતી, પરંતુ કોરોના – ઓમિક્રોનના વિશ્વભરમાં વધતાં સંક્રમણ અને ભારતમાં પણ ચિંતાજનક બનવા લાગેલી પરિસ્થિતિમાં દિલ્હી સહિતમાં લોકડાઉન જેવા નિયંત્રણો વધવા લગતા આજે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

સ્થાનિક ફંડો, ખેલંદાઓ, મહારથીઓએ આજે દેશભરમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે આ મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા આ માટે બનાવવા આવતી દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ આજે સતત ફાર્મા શેરોમાં તોફાની તેજી રહી હતી. ઉપરાંત ઓટો અને સીડીજીએસ શેરો સાથે કેપિટલ ગુડ્સ શેરોમાં તેજી કરી હતી. આ સાથે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટમાં લેવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં પણ અમેરિકી બજારોમાં ગઈકાલે તેજી બાદ આજે એશીયાના બજારો સાથે યુરોપના બજારોમાં અફડાતફડી વચ્ચે તેજી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ઓટો, સીડીજીએસ, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૬ અને વધનારની સંખ્યા ૨૦૫૨ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રેટીંગ એજન્સી ઇકરા દ્વારા ભારતીય અર્થતંત્રનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૨ અને નાણાકીય વર્ષ ૨૦૨૩ બંનેમાં ૯% રહી શકે તેવું અનુમાન છે. ત્રીજા ત્રિમાસિકગાળામાં અર્થતંત્રનો વિકાસદર ૬.૦ – ૬.૫%થી ઉપર રહેશે કે નહિ તે સરકારના મૂડી ખર્ચના આંકડા પરથી નક્કી કરશે. અર્થતંત્ર માટે ૧૩ મહત્વપૂર્ણ સૂચકાંકોમાંથી સાત સૂચકાંકો કોરોના પૂર્વેના સ્તર કરતા વધુ વૃદ્ધિ સૂચવે છે. જોકે આગામી સમયની ચિંતા વ્યકત કરતા કહ્યું કે કોરોનાના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં દ્વારા લાદવામાં આવેલ નિયંત્રણોને પગલે ચોથા ક્વાર્ટરમાં આર્થિક રિકવરીને અસ્થાયી રૂપે અસર થઈ શકે છે. ઈક્રાએ નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૯% જીડીપી વૃદ્ધિનો લક્ષ્યાંક જાળવી રાખ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન ‘કે’ આકારમાં રિકવરી જોવા મળી શકે છે.

વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યાના હતા. ઉપરાંત  મોર્ગન સ્ટેન્લીએ પણ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. ઉપરાંત કોરોનાનો નવો વેરીયેન્ટ પ્રબળ બનતા વિશ્વના અનેક દેશો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અનેક દેશો દ્વારા પુન: લોકડાઊનનો માર્ગ અપનાવાયો છે. આ સંજોગોમાં આગામી બજેટ સુધીમાં ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field