Home દેશ - NATIONAL મહાશિવરાત્રી ફેસ્ટિવલમાં આદિપુરુષ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી

મહાશિવરાત્રી ફેસ્ટિવલમાં આદિપુરુષ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી

98
0

(જી.એન.એસ),તા.૦૧

મુંબઈ

આગામી વર્ષ માટે અત્યાર સુધી હિન્દી, તમિલ અને તેલુગુમાં કોઈ મોટી ફિલ્મ ફાઈનલ કરવામાં આવી ન હતી. તેથી મેકર્સે વર્ષનો પહેલો ફેસ્ટિવલ પોતાના નામે કર્યો. ફિલ્મ વિશે વાત કરીએ તો આદિપુરુષ હાલમાં પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે અને ઓમ રાઉત એવા દિગ્દર્શકોમાંથી એક છે. જેઓ તેમની ફિલ્મમાં અત્યંત પૂર્ણતા સાથે કામ કરે છે. આખી ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે. સૈફ અને પ્રભાસ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. હવે આ ફિલ્મ રામાયણ પર આધારિત હોવાથી મેકર્સ દર્શકોને કંઈક નવું અને અલગ બતાવવા જઈ રહ્યા છે. પહેલાં આ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી, પરંતુ મેકર્સ ફિલ્મમાં કોઈ કમી નથી ઈચ્છતા. તેઓ ઈચ્છે છે કે ભલે રિલીઝમાં થોડો વિલંબ થાય, પરંતુ ફિલ્મની ગુણવત્તામાં કોઈ ફરક ન આવે. તેથી હવે ચાહકોએ આવતાં વર્ષ સુધી ફિલ્મની રાહ જોવી પડશે. પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ સ્ટારર ફિલ્મ આદિપુરુષને લઈને સોમવારે જણાવવામાં આવ્યું હતું કે, આજે એટલે કે મહાશિવરાત્રીના અવસર પર ફિલ્મને લગતી જાહેરાત કરવામાં આવશે. તે જાહેરાત કરવામાં આવી છે અને ફિલ્મની રિલીઝ ડેટ આપવામાં આવી છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે નહીં પરંતુ આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર શેર કરતાં પ્રભાસે લખ્યું, ‘આદિપુરુષ વર્લ્ડવાઈડ 12 જાન્યુઆરીએ રિલીઝ થશે.’ આ ફિલ્મ 3Dમાં રિલીઝ થશે. અગાઉ પિન્કવિલાએ અહેવાલ આપ્યો હતો કે, ભૂષણ કુમાર અને તેમની ટીમ પ્રભાસ અને ઓમ રાઉત સાથે વાત કર્યા પછી ફિલ્મની તારીખને ફાઇનલ કરી રહી છે અને તમામ વિચાર-વિમર્શ પછી એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ સંક્રાંતિના અવસર પર રિલીઝ થવી જોઈએ. સંક્રાંતિના સમયે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મોટી ઉજવણી થાય છે. જ્યારે પોંગલ તે સમયે તમિલનાડુમાં ઉજવવામાં આવે છે અને સંક્રાંતિ દરમિયાન હિન્દી બજારમાં પણ ફિલ્મ સારી રીતે ચાલે છે. ઉરી અને તાનાજી જેવી ફિલ્મો સંક્રાંતિ દરમિયાન રિલીઝ થઈ છે અને બંને ફિલ્મોને કેટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. દરેક વ્યક્તિ આ જાણે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહાશિવરાત્રી સ્પેશિયલ-૨૦૨૨
Next articleજેસન રોય ટીમનો સાથ છોડતા ગુજરાત ટાઇટન્સને ઝટકો