Home દુનિયા - WORLD જેસન રોય ટીમનો સાથ છોડતા ગુજરાત ટાઇટન્સને ઝટકો

જેસન રોય ટીમનો સાથ છોડતા ગુજરાત ટાઇટન્સને ઝટકો

118
0

(જી.એન.એસ),તા.૦૧

મુંબઈ

જેસન રોયની વિદાય ગુજરાત ટાઇટન્સ માટે મોટો આંચકો હશે. તેની પાસે ઓપનર તરીકે વધુ વિકલ્પ પણ નથી. શુભમન ગિલના પાર્ટનર તરીકે કોનો સમાવેશ થાય છે તે જોવાનું રહેશે. જેસન રોય માટે ગુજરાત ટાઇટન્સ IPL ની ચોથી ટીમ હતી. અગાઉ તે 2017માં ગુજરાત લાયન્સ, 2018માં દિલ્હી ડેરડેવિલ્સ અને 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. રોય IPL 2021 માં વેચાયો ન હતો પરંતુ મિશેલ માર્શ ઘાયલ થતાં હૈદરાબાદ ની ટીમ દ્વારા તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઈપીએલમાં અત્યાર સુધી જેસન રોયે 13 મેચમાં 29.90 ની એવરેજ અને 129.01ની સ્ટ્રાઈક રેટથી 329 રન બનાવ્યા છે. તેના નામે બે અડધી સદી છે, જે તેણે દિલ્હી અને હૈદરાબાદ માટે ફટકારી હતી. આ 31 વર્ષીય ઇંગ્લિશ ખેલાડીએ તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગ 2022માં સારું પ્રદર્શન કર્યું હતું. અહીં તેણે છ મેચ રમી અને ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમનો ભાગ હતો. PSL માં જેસન રોયે 50.50 ની એવરેજ અને 170.22ની સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા હતા. આ વખતે આઈપીએલ 10 ટીમોની ટુર્નામેન્ટ હશે અને તેની લીગ મેચો મુંબઈ અને પુણેમાં રમાશે. લીગ તબક્કામાં કુલ 70 મેચો રમાવાની છે અને આ ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. IPL 26 માર્ચથી શરૂ થવાની છે અને 29 મેના રોજ ફાઇનલ રમાશે. ઈંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયે આઈપીએલ 2022માંથી ખસી ગયો છે. તે ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો. જેસન રોયે લાંબા સમય બાયો બબલમાં રહેવાના પડકારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. તેણે ગયા અઠવાડિયે અમદાવાદની ફ્રેન્ચાઈઝીને આ માહિતી આપી હતી. જો કે ગુજરાત ટાઇટન્સે હજુ તેના સ્થાનની જાહેરાત કરી નથી. IPL 2022ની હરાજીમાં ગુજરાતે જેસન રોયને 2 કરોડ રૂપિયાની મૂળ કિંમતે પોતાની સાથે લીધો હતો. આ બીજી વખત છે જ્યારે જેસન રોય IPL માંથી ખસી ગયો છે. આ પહેલા પણ તે અંગત કારણ દર્શાવીને હટી ગયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહાશિવરાત્રી ફેસ્ટિવલમાં આદિપુરુષ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી
Next articleબીજી વોર્મ-અપ મેચમાં સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા સારું પર્ફોમન્સ જોવા મળ્યું