Home દેશ - NATIONAL Air Indiaની ચીફનો કર્મચારીઓને મેસેજઃ કામ નહીં કરીએ તો ખોવાઇ જઇશું

Air Indiaની ચીફનો કર્મચારીઓને મેસેજઃ કામ નહીં કરીએ તો ખોવાઇ જઇશું

504
0

(જી.એન.એસ.)નવી દિલ્હી.તાં.૧
એર ઇન્ડિયાના ચીફ પ્રદિપ સિંહ ખરોલાઓ કર્મચારીઓને પાઠવેલા સંદેશમાં કહ્યું કે, એરલાઇનના પુનરોદ્ધાર માટે પ્રોફેશનલ અને પ્રોડક્ટિવ વર્ક કલ્ચરની જરૂર છે. તેઓએ કહ્યું કે, જો આપણે કોમ્પિટિશનમાંથી બહાર ફેંકાઇ જવા નથી ઇચ્છતા તો આપણે કામ કરવું જ પડશે. ખરોલાએ ડિસેમ્બર મહિનામાં એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું છે. ખરોલાએ કહ્યું કે, એરલાઇનને સંકટમાંથી બહાર લાવવાની જવાબદારી તમામ લોકો પર છે. ઉલ્લેખનીય છે કે, ગવર્મેન્ટ એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારીઓ કરી રહી છે.
કર્મચારીઓને નવા વર્ષના સંદેશમાં ખરોલાએ કહ્યું કે, આપણે પ્રોફેશનલ અને પ્રોડક્ટિવ વર્ક કલ્ચરની જરૂર છે. એરલાઇનને સંકટમાંથી ઉગારવા માટે આ જરૂરી છે. તમારાં પરિશ્રમથી હાલના થોડાં સમયમાં ઓપરેટિંગ ધોરણો પર એર ઇન્ડિયાની સ્થિતિ સુધરી છે, પરંતુ હજુ આપણે લાંબો રસ્તો કાપવાનો છે. સરાકર હાલ નુકસાનમાં ચાલી રહેલી એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારીઓ કરી રહી છે.
ખરોલાએ કર્મચારીઓને એમ પણ કહ્યું કે, તેઓએ સંપુર્ણ પ્રયાસો કરવાના રહેશે અને તમામ મુશ્કેલીને દૂર કરવાની રહેશે. જેથી એરલાઇનને ફરીથી તેની ક્ષમતાના સ્તરે લાવી શકાય. ખરોલાએ કહ્યું કે, હું તમને પણ કહીશ કે એર ઇન્ડિયાનું ગૌરવ અને સન્માન પરત લાવવા માટે સતત પ્રયાસોથી આગળ વધવાનું રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોસ્ટારિકામાં પ્લેન ક્રેશ, 10 અમેરિકન સહિત 12ના મોત
Next articleદારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, બૂટલેગરની ધરપકડ