Home ગુજરાત દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, બૂટલેગરની ધરપકડ

દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, બૂટલેગરની ધરપકડ

607
0

(જી.એન.એસ.)સુરત.તાં.૧
મહિધરપુરામાં દારૂના અડ્ડા પર રેડ કરવા પહોંચેલી પોલીસ પર બૂટલેગર આણી મંડળીએ હુમલો કર્યો હતો. પોલીસ પર ઝેરી પ્રકારનું પ્રવાહી નાખી તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બૂટલેગરની પોલીસે ધરપકડ કરી છે.
મહિધરપુરા વિસ્તારમાં બૂટલેગર અશોક રાણાના દારૂના અડ્ડા પર પોલીસ ટીમ સાથે રેડ કરવા પહોંચી હતી. જેથી બૂટલેગર અને તેના સાથીદારોએ રેડ દરમિયાન જીવલેણ હુમલો કરી દીધો હતો. પોલીસ પર ઝેરી પ્રકારનું પદાર્થ નાખી તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે બૂટલેગર અશોક રાણાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર અન્ય ઈસમોને પોલીસ શોધી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleAir Indiaની ચીફનો કર્મચારીઓને મેસેજઃ કામ નહીં કરીએ તો ખોવાઇ જઇશું
Next articleકોંગી નેતા રવિ આમ્બલીયાને કારને અકસ્માત, પત્ની-પુત્રીનો બચાવ