Home મનોરંજન - Entertainment એક રિયાલિટી શોએ શ્રેયા ઘોષાલનું નસીબ બદલી નાખ્યું

એક રિયાલિટી શોએ શ્રેયા ઘોષાલનું નસીબ બદલી નાખ્યું

92
0

(જી.એન.એસ),તા.૧૩


મુંબઈ


શ્રેયા ઘોષાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝનું એક મોટુ નામ છે. શ્રેયા ઘોષાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ કમાયું છે કે તેના અવાજના કેટલા ચાહકો છે પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં મોટા મોટા દિગ્ગજના મોઢે પણ તેમનું નામ છે કે જેમના અવાજની વાત જ ના થાય. શ્રેયાએ પોતાના કરિયરની શરૂઆત ઘણી નાની ઉંમરથી કરી હતી. 16 વર્ષની ઉંમરમાં જ તેમને નેમ અને ફેમ મળ્યું. શ્રેયા ઘોષાલને તેમના સફળ કરિયરનો શ્રેય ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીને પણ જાય છે. શ્રેયાએ પોતાના કરિયરમાં ખુબ મહેનત કરી અને ત્યારબાદ તે કેમેરાની સામે એક ટીવી રિયાલિટી શો કોમ્પિટીશન દ્વારા દર્શકોની સામે આવી. જ્યારે દર્શકોએ આ શો પર શ્રેયાનો મધુર અવાજ સાંભળ્યો તો લોકો હેરાન રહી ગયા. આ મધુર અવાજની માલિક શ્રેયાને સોનુ નિગમથી લઈને લતા મંગેશકર સુધીનો પ્રેમ અને આર્શીવાદ મળ્યા. આ શોનું નામ ‘સારેગામાપા’ હતું. આ દરમિયાન શ્રેયા ઘોષાલને સંજય લીલા ભણસાલીની માતાએ નોટિસ કરી અને સિંગર વિશે પોતાના પુત્રને જણાવ્યું. તે સમયે સંજય લીલા ભણસાલીએ જ્યારે શ્રેયાને સાંભળી તો તે નક્કી કરી ચૂક્યા હતા કે આ છોકરી તેમની ફિલ્મમાં ગીત ગાશે. સંજય લીલા ભણસાલી હવે ફિલ્મ ‘દેવદાસ’ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ્યારે સંજય લીલા ભણસાલી શ્રેયાની પાસે બોલિવુડમાં મોટો બ્રેક આપવા માટે પહોંચ્યા તો શ્રેયાને વિશ્વાસ ના આવ્યો પણ સંજય લીલા ભણસાલીએ આપેલા સંગીતને શ્રેયાએ પોતાનો મધુર અવાજ આપ્યો તો દુનિયા જોતી રહી અને સાંભળતી રહી ગઈ. ભણસાલી શ્રેયા ઘોષાલથી ઘણા ઈમ્પ્રેસ હતા કે તેમને એક ન્યુકમર સિંગરને દેવદાસ ફિલ્મના આલ્બમને ગાવાની તક આપી દીધી. આ ફિલ્મ તો સુપરહિટ થઈ અને સાથે જ આ ફિલ્મના ગીતો પણ ખુબ પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ શ્રેયાએ પાછળ ફરીને જોયુ નથી અને તે ઈન્ડસ્ટ્રીઝની સૌથી મોંઘી અને ડિમાન્ડીંગ સિંગર બની ગઈ છે. શ્રેયાએ અત્યાર સુધીમાં ઘણા મોટા મોટા એવોર્ડ જીત્યા છે. શ્રેયા ઘોષાલ થોડા મહિના પહેલા જ માતા બની અને એક દિકરીને જન્મ આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિંસક કન્ટેન્ટ ફેલાવના ડરમાં રશિયાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મુક્યો
Next articleમોદીનું ચુંટણી બ્યુગલ અને સંકેતો