Home ગુજરાત મોદીનું ચુંટણી બ્યુગલ અને સંકેતો

મોદીનું ચુંટણી બ્યુગલ અને સંકેતો

92
0

(જી.એન.એસ),તા.૧૨

અહેવાલ- તખુભાઈ સાંડસૂર

અમદાવાદ


મોદીની ગુજરાતની મુલાકાત મહત્વના સંકેતો તારવી શકાય તેમ છે. ચૂંટણી વહેલી આવે તેવી સંભાવના એટલા માટે ન કહી શકાય કે હવે વહેલી કે મોડી જ્યારે આવે ત્યારે જીત ભાજપની પાક્કી છે પરંતુ એ તારવવાં જેવું છે કે તાજેતરના વાતાવરણનો લાભ લેવામાં આવે તો ભાજપ 121 નો આંકડો વટાવીને 150થી પાર ઉતરી જાય તો નવાઇ પામવાં જેવું ન હોય..! કોઈ એવું ન સમજે કે મારો આ લખવાનો ઇરાદો કોઈ એજન્ડાનો ભાગ છે પરંતુ જે છે તે વાસ્તવિકતા છે..!


સંભવ છે કે મોદી ગુજરાતને વહેલી ચૂંટણી પણ આપી દે..! તેના બે કારણો છે જો તેમણે વન ફીફટીને વટાવવુ હોય તો આ વાતાવરણ ખૂબ યોગ્ય છે. બીજું ગુજરાત ભાજપની પ્રયોગશાળા રહી છે અને અહીં પોલિટિકલ એક્સપેરિમેન્ટ કરવાથી ભાજપને બહુ જાજું જોખમ લેવા જેવું દેખાતું નથી. તેથી કોઈ નવો પ્રયોગ અહીંથી કરવો હોય તો અત્યારનું કરંટ એટમોસ્ફિયર કારગત નીવડી શકે તેમ છે, કારણકે પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપના ધજા-પતાકા ફરકી રહ્યાં છે. વિપક્ષ હતાશ છે અને ભાજપમાં બમણો ઉત્સાહ છે. તેથી વિપક્ષને વધુ તક ન મળે અને જો પ્રયોગ કરવાનો થાય તો જે મિત્રોની ટિકિટો કપાઈ તે કંઈ ખાસ બળવાખોરી ન કરી શકે..ભાજપને ડીસ્ટૅબ ન કરે!


મોદીની મુલાકાત ચૂંટણીના પરિણામોના બીજા દિવસે શા માટે !!?એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો .,કાર્યકર્તાઓનું સંમેલન અને પંચાયતના જનપ્રતિનિધિઓનું સંમેલન..! આ બધું ભેગું કરો તો જરૂર એવો સંકેત મળે કે કંઈક તૈયારીઓની દીપજ્યોતિનું પ્રજ્વવલન થઈ ગયું છે. મોદીએ કાર્યકર્તાઓને જે શીખ આપી તે પણ એટલી જ સૂચક છે.


હવે વાત કરીએ કે ભાજપ શું પ્રયોગ કરશે તેની! તો મોદીવાણીને ભવિષ્યવાણી તરીકે જોવી જોઈએ તેમણે મહિલાઓ ઉપર ભાર મૂકીને એક સંકેત આપ્યો કહેવાય. ભાજપની હવે પછીની ધારાસભાની યાદીમાં 50થી પણ વધુ બહેનો હોય તો તમે નવાઈ ન પામતા ! આ બહેનો મોટેભાગે કોણ હશે તેની કલ્પના કરવી હોય, આગાહી કરવી હોય તો કહી શકાય કે જ્યાં ભાજપ હાડૅકોર વિજયની શક્યતાઓ ધરાવે ત્યાં મહિલાઓની કે જેઓ ભાજપમાં ખૂબ સારું કામ કરી રહ્યાં છે તેની પસંદગી કરવામાં આવશે.જે બેઠકો શહેરી વિસ્તારની છે તેવી 40થી પણ વધુ બેઠકો પર તે વાતનો વિચાર કરવામાં આવે.100 નવા ચહેરાઓ હશે. અનેક ધારાસભ્યોને નિવૃત થવાનો વખત આવી રહ્યો છે. બીજો પ્રયોગ એવું હશે કે જે મિત્રો ખૂબ સિનિયર 60 પ્લસ છે અને વર્ષોથી એકજ સીટ પર પોતાનો અડ્ડો જમાવીને બેઠાં છે તેમને હવે વિદાય આપવામાં આવશે.તેમને જરૂર એવું કહેવામાં આવશે કે તમારી સેવાઓ બીજે લઈશું. પરંતુ તેમાં એ ધ્યાનમાં રાખવામાં આવશે જો તે પોતાની તાકાતથી ભાજપને મુશ્કેલી કરી શકે કે કેમ ?જે વ્યક્તિઓ પોતાના દમ પર ચૂંટાઈને આવે છે અને પક્ષની જરૂરિયાત દેખાતી નથી તેમને રીપીટ કરવામાં આવે અને બાકીના બધાય નો-રિપીટમાં જતાં રહેશે. બોર્ડ- નિગમ અને સહકારી સંસ્થાઓમાં જે મિત્રો વિવિધ પ્રકારના હોદાઓ ધરાવે છે તેમને તેમના હોદાઓઓ બેવડાય નહીં તેથી તેમને વિધાનસભાની ટિકિટ નહીં મળે. એટલું જ નહીં ભાજપના નેતાના પરિવારના કોઈ પણ પારિવારિક સભ્યને ટિકિટ આપવામાં નહી આવે.થોડા છે પણ જે ક્રિમનલ છાપ ધરાવે છે તેના પર ચોકડી લાગશે.ક્યાક એવો પણ દાવો ખેલાય કે તે બેઠક હારી જઈએ તો પણ ભલે પણ સિધ્ધાંતમાં સમાધાન નહીં.ભાજપ પરિવારવાદથી મુક્ત છે તેવો સંદેશો આપવા આ સ્ટ્રેટેજીનો પણ અમલમાં કરવામાં આવે તેવી સંભાવના પ્રબળ છે.


લખું છું તો લખી દઉં કે ચાલું વિધાનસભા સત્રના છેલ્લો દિવસ આખરી પણ હોય! બધાં અનુમાનો છે પરંતુ તે સત્યની નજીક હોઈ શકે..!?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક રિયાલિટી શોએ શ્રેયા ઘોષાલનું નસીબ બદલી નાખ્યું
Next articleગેસ અને તેલની માંગ વધી રહી છે અને તેથી દૂરસ્થ અને અસ્પૃશ્ય વિસ્તારોમાં નવા સ્ત્રોતો શોધવાની આવશ્યકતા છે.