Home ગુજરાત રાજ્યસભાની ત્રીજી સીટ બચાવવા ભાજપ સી. જે ચાવડાના સહારે કોંગ્રેસમાં ગાબડુ પાડશે….?

રાજ્યસભાની ત્રીજી સીટ બચાવવા ભાજપ સી. જે ચાવડાના સહારે કોંગ્રેસમાં ગાબડુ પાડશે….?

708
0

રૂપાણીનું સૂચક નિવેદન-અમારે ત્યાં આવવા કોંગ્રેસમાં લાઇન લાગી છે…!
સીજે ચાવડા સહિત 6 ધારાસભ્યો રાજીનામા આપે અથવા ક્રોસ વોટીંગ દ્વારા ભાજપને ત્રીજી બેઠક જીતાડે તો નવાઇ નહીં…!

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.23
ગુજરાત ભાજપમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના પગલે રાજકીય ધમાસાણ જામ્યું છે અને કોંગ્રેસના નેતાઓના ચહેરા મલકાઇ ગયા છે. પરંતુ કોંગ્રેસના ચહેરાઓ પર આ મલકાટ લાંબો સમય રહે તેમ નથી. રાજ્યસભાની બેઠકો બચાવવા ભાજપે ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડુ પાડીને સીજે ચાવડા સહિત 6 ધારાસભ્યો એક સાથે રાજીનામા આપીને ભાજપને રાજ્યસભાની એક બેઠક જીતાડવાના બદલામાં મંત્રીપદ કે બોર્ડ-નિગમમાં ચેરમેનપદનું તગડુ વળતર મેળવે તેવા અહેવાલો મળી રહ્યાં છે. ચાવડાની પત્નીને કહે છે કે સરકારે આઉટ ઓફ ટર્ન જઇને પ્રમોશન આપ્યું છે. તેઓ ડીરેક્ટર, એનીમલ હસબન્ડરી તરીકે ફરજ બજાવે છે.
રાજકીય સૂત્રોના જચણાવ્યાં પ્રમાણે, એપ્રિલ-2020માં રાજ્યસભાના 4 સભ્યોની 6 વર્ષની મુદત પૂરી થઇ રહી છે. વિધાનસભામાં ભાજપ -કોંગ્રેસના સભ્યોની સંખ્યા જોતા ભાજપ પોતાની 3માંથી એક બેઠક ગુમાવે તેમ છે અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થાય તેમ છે. ભાજપના ચુનીભાઇ ગોહિલ, લાલસિંહ વડોદિયા અને શંભુપ્રસાદ ટૂંડિયા તથા કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીની મુદત એપ્રિલમાં પૂરી થાય તે પહેલા માર્ચ મહિનામાં વિધાનસભાના બજેટ સત્ર વખતે 4 બેઠકો માટે ચૂંટણી યોજવી પડે.
સૂત્રોએ કહ્યું કે હાલમાં ભાજપના 103 ધારાસભ્યો છે. જેમાં કેતન ઇનામદારના રાજીનામાનો સમવેશ થતો નથી. જો તેઓ રાજીનામુ આપે તો ભાજપની સંખ્યા ઘટીને 102 થાય. કોંગ્રેસના સસભ્યોની સંખ્યા 73 છે. અપક્ષ જિગ્નેશશ મેવાણી કોંગ્રેસની સાથે છે એટલે કુલ 74 સભ્યો થાય. વિધાનસભાની સભ્ય સંખ્યા જોતાં એક બેઠક જીતવા 37 મતોની જરૂર પડે. એટલે કોંગ્રેસ જો ભાજપ ગાબડુ ના પાડે તો, સહેલાઇથી બે બેઠકો જીતી જાય. અને ભાજપને એક બેઠકનું નુકશાન થાય. ભાજપે તમામ 3 બેઠકો ફરી જીતવા 111 મતોની જરૂર પડે. એનસીપીના એક અને બીટીપીના 2 સભ્યો ભાજપની તરફેણમાં વોટ આપે તો પણ ભાજપને 3 બેઠકો અથવા ત્રીજી બેઠક જીતવા 6 મતો ખૂટે. આ 6 મતો એટલે કોંગ્રેસના 6 ધારાસભ્યો તોડવા પડે અથવા તેઓ મતદાન વખતે ક્રોસ વોટીંગ કરીને ભાજપને મદદ કરે.
સૂત્રો 2017ની રાજ્યસભા ચૂંટણીને યાદ કરીને કહે છે કે વિધાનસસભા ચૂંટણીઓ પહેલા આ જ રીતે રાજ્યસભાની ચૂંટણી વખતે અહમદ પટેલે હરાવવા કોંગ્રેસના 12થી 14 ધારાસભ્યોએ ધડાધડ રાજીનામા આપીને કોંગ્રેસની નેતાગીરીને ભારે ફટકો અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી હતી. અહમદ પટેલ એક મતે જીત્યા પણ સમગ્ર મામલો કોર્ટમાં છે.
આ વખતે પણ કંઇક એવી જ સ્થિતિ થવા જઇ રહી હોય તેમ સૂત્રો દાવો કરે છે કે કોંગ્રેસમાં ધારાસભ્ય સીજે ચાવડા સહિત 5થી 6 ધારાસભ્યો એક સાથે અથવા એક પછી એક રાજીનામા આપે તો કોંગ્રેસની સંખ્યા ઘટે અને ભાજપ રાજ્યસભાની ત્રીજી બેઠક જીતી શકે. અથવા રાજ્યસભાની ચૂંટણી વખતે ચાવડા સહિતના તેમના સાથી ધારાસભ્યો મતદાન વખતે ક્રોસ વોટીંગ કરીને ભાજપની ત્રીજી બેઠક જીતાડીને ભાજપમાં જોડાઇ જાય.
સૂત્રો આ શક્યતા અંગે જણાવે છે કે અગાઉ અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાનું જે થયું તે જોતા કોંગ્રેસના આ 5થી 6 ધારાસભ્યો એવુ નહીં થાય તે માટે પાણી પહેલા પાળ બાંધીને ભાજપના કોઇ મોટા નેતા પાસેથી બાંયધારી મેળવીને ભાજપને શુભ-લાભનો નિર્ણય લઇ શકે. ચાવડાના પતની સરકારમાં નોકરી કરે છે. તેઓ પશુ સંવર્ધન વિભાગમાં ડિરેક્ટર પદે છે અને રૂપાણી સરકારે તેમને આઉટ ઓફ ટર્ન જઇને પ્રમોશન આપ્યું છે. ઉપરાંત તેઓ મંત્રી કે સચિવને પણ નહીં ગાંઠતા હોવાના કારણમાં ભાજપ સરકાર તેમના પર મહેરબાન હોવાનું મનાઇ રહ્યું છે. જેમાં ચાવડાની ભાજપ સાથે ભાઇબંધી પણ હોઇ શકે. અને એ ભાઇબંધી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
દરમ્યાન, સીએમ વિજય રૂપાણીએ કેતનના બનાવ બાજ કોંગ્રેસના નેતાઓએ હરખમાં આવીને કરેલા નિવેદનના જવાબમાં કહ્યું કે કોંગ્રેસમાંથી હજુ પણ અમારે ત્યાં આવવા ઘણા લાઇનમાં છે એટલે કોંગ્રેસના નેતાઓ પહેલા તો પોતાનું ઘર સલામત રાખે. રૂપાણીનો આ ઇશારો ચાવડાના ભાવિ આગમનના સંદર્ભમાં ગર્ભિત ઇશારો તો નથી ને એમ પણ સૂત્રોનું માનવુ છે. રાજ્યસભાની આગામી ચૂંટણી સામાન્ય નહીં હોય અને અગાઉની જેમ નવાજુની વાળી બની રહે તો પણ નવાઇ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૌણ સેવા મંડળ પર ઘેરાયા સંકટના વાદળો…!! પીએસઆઇ મોડ-૨ના પેપર ફરી તપાસવા હાઇકોર્ટનો હુકમ
Next article26મીએ “ભરૂચ રત્ન” પુરસ્કાર કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવશે હોલીવુડ અભિનેત્રી મેરી લૂઇસ