Home ગુજરાત 26મીએ “ભરૂચ રત્ન” પુરસ્કાર કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવશે હોલીવુડ અભિનેત્રી મેરી લૂઇસ

26મીએ “ભરૂચ રત્ન” પુરસ્કાર કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવશે હોલીવુડ અભિનેત્રી મેરી લૂઇસ

949
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.24
ગાંધીનગર,
હોલીવુડની જાણીતી એકટ્રેસ અને મોડેલ મેરી લૂઇસ ગૌવ્સ ગુજરાતના આંગણે પધાર્યા છે. ગુજરાતથી હજારો કિ.મી. દૂર રહેનાર આ સોહામણી એકટ્રેસ ભરૂચરત્ન પુરસ્કાર કાર્યક્રમમાં ખાસ હાજર રહેવા માટે ગુજરાત આવ્યાં છે. એક રીતે જોતાં હોલીવુડની કોઇ અભિનેત્રીએ ગુજરાતના આ પ્રકારના સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હોય તેવું કદાજ પહેલીવાર બન્ય હશે. આ સોહામણી અભિનેત્રીએ 3 વર્ષની ઉંમરે અભિનયનો પ્રારંભ કર્યો હતો. આજે તે એક સફળ અબિનેત્રીની સાથે એક આકર્ષક મોડેલ પણ છે.
26 જાન્યુઆરીના રોજ ભરૂચમાં દેશની જાણીતી મલ્ટી લેંગ્વેજ વાયર ન્યૂઝ એજન્સી જીએનએસ અને સહારા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરવી ગુજરાતના ભરૂચ શહેરના વતની કે જેમણે દેશ વિદેશમાં ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તેવા ખમીરવંતા અને ગૌરવશાળી ભરૂચીઓને “ભરૂચ રત્ન” એવોર્ડ-2020થી સન્માનવાનો એક ભવ્ય અને જાજરમાન જાહેર કાર્યક્રમ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના રોજ ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે રાત્રે 8 કલાકે યોજવામાં આવ્યો છે. જેમાં મેરી લૂઈસ પણ શોભામાં રંગારંગ અભિવૃધ્ધિ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યસભાની ત્રીજી સીટ બચાવવા ભાજપ સી. જે ચાવડાના સહારે કોંગ્રેસમાં ગાબડુ પાડશે….?
Next articleઅધિકારીઓના નામે રૂપાણીની સામે ભાજપના ધારાસભ્યોનો ખુલ્લો બળવો…?