Home ગુજરાત વાયરલ ઓડીઓએ સાબિત કર્યું કે, ડે.સીએમ નીતિન પટેલ જનતાની વેદના સાંભળે છે

વાયરલ ઓડીઓએ સાબિત કર્યું કે, ડે.સીએમ નીતિન પટેલ જનતાની વેદના સાંભળે છે

712
0

(જી.એન.એસ રવિંદ્ર ભદોરિયા) તા.૧૭/૧૦

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં અલગ અલગ મંત્રીઓ સરકારમાં કામગીરી નિભાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારમાં એક એવા નેતા છે જે સીધા ગુજરાતના લોકોના સીધા સંપર્કમા રહે છે.આ વાતથી ઘણા લોકો અજાણ છે.પણ હા એક આ સત્ય વાત છે અને એ નેતા બીજું કોઈ નહિ પણ ગુજરાતના લોક લાડીલા આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે.નીતિનભાઈ પટેલ ઘણા વર્ષોથી સરકારમાં કોઈને કોઈ હોદ્દા ઉપર રહી ગુજરાતની જનતાના પ્રશ્નો હલ કરી રહ્યા છે તે દરેક લોકો જાણે છે.ગમેં ત્યારે ગુજરાતમાંથી કોઈ પણ આમ વ્યક્તિ પોતાનું કામ લઈને નીતિનભાઈની કેબીનમાં જાય ત્યારે હંમેશા નીતિનભાઈ પટેલે એ વ્યક્તિને શાંતિથી સાંભળી એના કામનું નિરાકરણ આવે તેવો હંમેશા પ્રયત્ન કરતા હોય છે.અને હજુ પણ કરે છે,
ગુજરાતની પ્રજા પણ આવા જ નેતા નેતૃત્વ કરે તેવી ઈચ્છા રાખતા હોય છે.નીતિનભાઈ પટેલની પ્રશંસનીય કામગીરીને કારણે જ તેઓ 199o થી આજે સતત રાજકારણમાં ટકી રહ્યા છે અને તેઓ ગુજરાતમાં આજે પણ મહત્વની કામગીરી કરી રહયા છે, તેમની કામગીરી ખરેખર બહુ જ બિરદાવા જેવી છે. નીતિનભાઈ પટેલ જ એક એવા નેતા ગુજરાતમાં હાલ તો છે જે ગુજરાત ઉપર આવેલી કોઈ પણ મુસીબત તે આરામથી હલ કરી શકે તેમ છે,
ગુજરાતમાં ઘણી વખત જોવા મળ્યું છે કેં ક્યાક મુખ્યમંત્રી પાછા પડે ત્યાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પેટલ તે પ્રશ્નનનો હલ કરતા જોવા મળ્યા છે, એટલે એમ કહીએ તો પણ ચાલે કે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી ભલે રહયા પરંતુ મુખ્ય મંત્રી પણ સલાહ લેતા જોવા મળે છે, એટલે કહી શકાય કે નીતિનભાઈનો બોહળો અનુભવ જ ગુજરાતને મુશ્કેલીમાંથી ઉઘારે છે.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલ એક એવા નેતા છે જે ગુજરાતની જનતાનો કોઈ પણ સમયે ફોન ઉપાડી તેનો પ્રશ્ન હલ કરવાની કામગીરી કરે છે.અમે પત્રકાર તરીકે ઘણા નેતાઓ તેમજ સચિવને કોલ કરીએ છીએ તો પણ તેમને ફોન ઉપડવાની તસ્તી હોતી નથી,પરંતુ નીતિનભાઈ જ એક એવા નેતા છે જે ગમે તે સમયે આમ વ્યક્તિનો ફોન ઉપાડી તેની વેદના સાંભળવાનો પ્રયત્ન કરે છે.અને તેની વેદનાને કઈ રીતે હલ કરવી તેના માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.આપણા મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખૂબ જ લાગણીશીલ છે તે વાત બધા જાણે છે, અને તેંમને ઘણા લોકો બદનામ કરવા ફોન રેકોર્ડિંગ કરી તેમને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કારતા હોય છે તે એક શરમજનક વાત છે કેમ કે આપણે સમજવું જોઈએ કે તમના ઉપર આખા ગુજરાતની જવાબદારી છે, અને આપણે જ તેમને બદનામ કરી તેમનું મનોબળ તોડીશું તો આપણા ફોન કોણ ઉપાડશે..? કોણ આપણી વેદના સંભળાશે..? કોણ આપણા સવાલોનું નિરાકરણ કરી આપશે..? આ બધું ખરેખર વિચારવું જોઈએ જો તેમના સાથે થયેલી વાતચીતની ઓડિયો કલીપ ફરતી થઈ તેમની બદનામી થશે તો તે કદાચ ફોન જ નહીં ઉપાડે તો આપણું શુ થશે..? આપણને ખરેખર ગર્વ થવો જોઈએ કે આપણને આવા નાયબમુખ્ય મંત્રી મળ્યા છે કે જેઓ ગમે તે સમયે કોલ ઉપાડી આપણી વેદનાને વાચા આપે છે..?

નીતિનભાઈ તમારી કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે, ગુજરાતની દરેક જનતાને તમારા ઉપર ગર્વ છે.

જય હિન્દ..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિર્મલા પતિ પરાકાલા પ્રભાકરની આર્થિક સલાહથી કેન્દ્ર સરકારમાં સન્નાટો કેમ…?!
Next articleધવલસિંહ પોતાની કોલેજ બચાવવા ભાજપમાં જોડાયા..? શુ હવે કાયદેસર થઈ જશે કોલેજ..?