Home ગુજરાત ધવલસિંહ પોતાની કોલેજ બચાવવા ભાજપમાં જોડાયા..? શુ હવે કાયદેસર થઈ જશે કોલેજ..?

ધવલસિંહ પોતાની કોલેજ બચાવવા ભાજપમાં જોડાયા..? શુ હવે કાયદેસર થઈ જશે કોલેજ..?

369
0

(જી.એન.એસ રવિંદ્ર ભદોરિયા) તા.૧૭/૧૦

ગુજરાતમાં પેટા ચૂંટણીઓનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ બાયડ,રાધનપુર સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે બાયડની જનતા હોય કે રાધનપુરની એના માટે બે ઉમેદવાર શુ તોફા લઈને આવશે..? કારણ કે પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસ પક્ષ છોડેલા ધવલ સિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર આજે સમાજને અરીસો બતાવાનું કામ કરી રહ્યા છે. કારણ કે વિજય રૂપાણી સી.એમ પણ હવે વિધાનસભામાં પોતાના ધારાસભ્યોની સંખ્યામાં વધારો કરવા માટે પ્રચારના મેદાને ઉતર્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી,.અમિત ચાવડા, રાજીવ સાતવ પોતાના હોદ્દા બચાવવામાં ચૂંટણી મેદાને ઉતર્યા છે.

આજે ધવલસિંહ ઝાલા કોંગ્રેસના સમયથી પોતાનું એપોલો કોલેજ દહેગામ રોડ ઉપર ચલાવી રહ્યા છે તે સંપૂર્ણ પણે ગેરકાયદેસર છે. આ બાબતે પેલા પણ GNS મીડિયાએ ન્યુઝ પ્રકાશિત કરી સરકારનું ધ્યાન દોર્યું હતું. પરંતુ હવે કોંગ્રેસમાંથી છુટા થઈ ધવલસિંહ હવે ભાજપમાં જોડાયા છે જેથી કહી શકાય કે તે એપોલો કોલેજ કાયદેસર ચાલશે. કારણ કે અત્યાર સુધી ઓડા અને AMC એ આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી જેથી કહી શકાય કે મિલીભાગત થી ચાલતી અપોલો ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતે ચાલે છે. કેમ શિક્ષણ ખાતા એ હજુ સુધી ધ્યાન ઉપર લીધું નહીં..? તે એક મોટો સવાલ છે.

બાયડ વિધાનસભાના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ભાજપ સાથે સાઠ ગાંઠ કરી પોતાની કોલેજ ચલાવે છે. આ બાબતે એક RTI એક્ટિવિસ્ટ જગદીશ પટેલે તમામ પુરાવા માહિતી સાથે હાઈ કોર્ટમાં રજૂ કર્યા છે, છતાં આજ દિન સુધી કેમ એપોલો ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય આવ્યો નથી..? અન્ય મધ્યમ વર્ગ એક લારી ચલાવવા માટે ઘણા કાગડો ભેગા કરી પોતાનું ધધો કરે છે છતાં એ રોડ ઉપર ધધો કરી શકતો નથી. જેથી કોંગ્રેસના પ્રહાર છે કે આ સરકાર અમીરોની સરકાર છે નહી કે ગરીબોની…! આટલી મોટી એપોલો ઇન્સ્ટીટયુટ ગેરકાયેદેસર છે તો પણ કેમ તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી..? ધવલસિંહ ઝાલા ભાજપમાંથી ચૂંટણી લડી જીતી જશે પછી આ એપોલો ઇસ્ટિટ્યૂટના તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી આ ઇસ્ટિટ્યૂટ કાયદેસર બની જશે..?

ત્યારે સવાલ એ છે કે અત્યાર સુધી કેમ ધવલસિંહ ઝાલાની એપોલો ઇસ્ટિટ્યૂટ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી..? કોના આશીર્વાદથી ગેરકાયદેસર કોલેજ ધમધમતી હતી..? શુ હવે કોઈ પગલાં ભરાશે કે આ કોલેજ કાયદેસર બની જશે…?

Previous articleવાયરલ ઓડીઓએ સાબિત કર્યું કે, ડે.સીએમ નીતિન પટેલ જનતાની વેદના સાંભળે છે
Next articleધવલસિંહ ઝાલાના કૌભાડ છાવરે છે રૂપાણી સરકાર..?, કેન્દ્ર સરકારના AICTEએ આપી નોટીસ…!!