Home ગુજરાત નિર્મલા પતિ પરાકાલા પ્રભાકરની આર્થિક સલાહથી કેન્દ્ર સરકારમાં સન્નાટો કેમ…?!

નિર્મલા પતિ પરાકાલા પ્રભાકરની આર્થિક સલાહથી કેન્દ્ર સરકારમાં સન્નાટો કેમ…?!

330
0

(જી.એન.એસ. હર્ષદ કામદાર) તા.૧૫/૧૦

દેશની આર્થિક હાલત એ હદે કથળી ગઈ છે કે સરકાર જે પગલાં ભરે છે તે પગલાં નિષ્ફળતા તરફ લઈ જાય છે. આવા સમયે એક સમયના જેએનયુમા પીએચડી કરેલ અને પોલીટીકલ ઇકોનોમિક્સ માટેના જાણીતા ચંદ્રબાબુ નાયડુ સરકારમાં આર્થિક સલાહકાર તરીકે ફરજ બજાવેલ એવા પરાકાલા પ્રભાકરે કેન્દ્ર સરકાર આર્થિક મોરચે સંઘર્ષ કરી રહી છે. તેવું નિવેદન કરતાં સમગ્ર ભાજપ અને તેની કેન્દ્ર સરકારની નેતાગીરીમાં સન્નાટો છવાઈ ગયો છે…..! શ્રી પરાકાલા પ્રભાકર આર્થિક બાબતોના માહેર ગણાય છે. તેઓ કેન્દ્રના નાણા મંત્રી સીતારમનના પતિ છે. તેથી સીતારમન પણ હેબતાઈ ગયા છે કારણકે સીતારમન દેશમાંથી મંદી ખતમ કરવા અને આર્થિક દુર્દશાની ગાડીને પાટે ચડાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારેજ તેમના પતિની કેન્દ્ર સરકારને સલાહ આપતા નિવેદનથી દેશભરમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે. નોટ બંધી બાબતે આરબીઆઇના પૂર્વ ગવર્નર રાજને રાજીનામું આપી દીધું હતું તેઓ નોટ બંધી માટે સહમત ન હતા. પરિણામે આજે નોટબંધીની અસર ખેતી અને ખેડૂતો ઉપર પણ થઈ છે જેને દેશભરના ગ્રામ્ય વિસ્તારોને આર્થિક રીતે બેહાલ કરી દીધા છે…. રાજકીય નિરીક્ષકો ના મત અનુસાર મંદી- મોંઘવારીનું ,આર્થિક બેહાલીનું ઠીકરૂ સીતારમન પર ન ફૂટે અને તેઓ બદનામ ન થાય તે માટે તેમના પતિના નિવેદન દ્વારા ઈશારો છે…..!!
દેશની હાલત એવી કફોડી થઈ ગઈ છે કે વિવિધ ક્ષેત્રના ઉત્પાદન કરતા નાના મોટા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે… અનેકોએ પોતાના કર્મચારીઓને છૂટા કરી દીધા છે. જેથી બેરોજગારોની સંખ્યા પાંચ કરોડે પહોંચી ગઈ છે. તો નવી નોકરીઓ કે રોજગારીનું નિર્માણ થતું નથી. ઉપરાંત લોકોની ખરીદશક્તિ નીચલા સ્તરે પહોંચી ગઈ છે. જેથી એક પછી એક તહેવારો ફિક્કા પડી રહ્યા છે. અને આવનાર દિવાળી નિસ્તેજ પસાર થશે તેના અણસાર અત્યારથીજ દરેક નાના-મોટા બજારો ઉપર નજર કરતા અનુભવાય છે. સરકાર વિકાસની દોડમાં વિચાર્યા વગર કે અણઆવડતને કારણે જે પગલા લઇ રહી છે કે આર્થિક રાહતો આપી રહી છે કે આર્થિક મદદ કરી રહી છે તેનાથી દેશની આર્થિક હાલત માં કોઈ સુધારો થયો નથી તે એક હકીકત છે… . બેંગકોક જેવા નાનકડો દેશ ભારતનુ ચલણ સ્વીકારવા તૈયાર નથી.આ ઉપરાંત વિશ્વ બેંકે પણ ભારત બાબતે ઇનડાયરેક્ટ આર્થિક ટીકા કરી છે. તો આઈએમએફએ પણ વિશ્વમાં સૌથી વધુ મંદીની અસર ભારતમાં થશે તેમ કહી દીધું છે જેની અસર વિશ્વભરમાં પડે તે હકીકત છે… તો આરબીઆઇએ રેપો રેટ ઘટાડયો પરંતુ તેનો લાભ નિચેના સ્તર સુધી નથી પહોંચતો… કારણકે બેંકો જ પોતે રેપોરેટનો લાભ લે છે પણ તેના ગ્રાહકોને નહીવતજ આપે છે જે એક હકીકત છે…..!
દેશમાં જે તે ઉદ્યોગોના વિકાસની વાતો સરકારો કરી રહી છે પણ ખેતી ખેડૂતની આર્થિક ઉન્નતિ માટે કોઈએ પણ એક હરફ આજ સુધી ઉચાર્યો નથી કે તેના માટે કોઈ આર્થિક સહાયના પગલાં લીધા નથી. સરકાર પણ નીવડેલા દેશના આર્થિક નિષ્ણાતોની સલાહ માનવાને બદલે જુદી જ રીતે ચાલી રહી છે. જે એક સત્ય વાત છે. તો હવે કેન્દ્ર સરકાર વિશ્વના ૧૬ દેશો સાથે આર સી ઈ પી કરાર કરવા માટે તૈયારી કરી રહી છે. જેના કારણે નાના મોટા દેશો પોતાના ઉત્પાદનો ભારતમાં ઠાલવશે જે દેશભરના વિવિધ ધંધાદારી ક્ષેત્રો માટે ઘાતક નીવડી શકે છે…! તેવુ આર્થિક નિષ્ણાતોનું માનવું છે, રાજકીય વિશ્લેષકોના મતે અત્યાર સુધી દેશના વડા ગમે તે નેતા કે મંત્રીઓ દ્વારા બધા જ પગલા લેવડાવે છે એજ રીતે નાણાં મંત્રી સીતારમન દ્વારા વિવિધ રાહતો જાહેર કરવામાં આવી પરંતુ દરેક ક્ષેત્રમાં નિષ્ફળતા મળતી રહી છે. ખાસ તો ખાનગીકરણ દેશને તદ્દન બેહાલ કરશે. તેના પરિણામો શરૂ થઈ ગયા છે એટલે સીતારમનના ખભે બંદૂક ચલાવાઈ રહી છે એવું કહેવાઈ રહ્યું છે… ત્યારે વિપરીત પરિણામો માટે સીતારમનને જવાબદાર ગણી તેમના માથે નાલેશીનું ઠીકરું ફોડીને દેશના વડા કે ખોટા સલાહકારો બચી નીકળશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. અને આવાજ કારણોસર નિર્મલાજીના પ્રતિશ્રી પરાકાલાના નિવેદને ભાજપા અને કેન્દ્ર સરકારમાં સોપો પાડી દીધો છે….!!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાર્ગોનું પેચ વર્ક પૂર્ણ કરવા ગાંધીનગર કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
Next articleવાયરલ ઓડીઓએ સાબિત કર્યું કે, ડે.સીએમ નીતિન પટેલ જનતાની વેદના સાંભળે છે