Home ગુજરાત ગાંધીનગર GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં- 8 માં...

GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં- 8 માં સેક્ટર 4 ખાતે બુથ પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજી

47
0

(G.N.S) dt. 16

ગાંધીનગર,

આગામી લોકસભા ચુંટણીમાં ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી જીતાડવા માટે GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં- 8 માં સેક્ટર 4 ખાતે બુથ પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજી.
જેમાં મેયરશ્રી એ આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા અને બુથને મજબૂત કરવા તેમજ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એવો અનુરોધ કર્યો.
આ બેઠકમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, વિધાનસભાના ઇન્ચાર્જશ્રી, કાઉન્સિલરશ્રીઓ તેમજ હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.