Home મધ્ય ગુજરાત અમદાવાદ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં...

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

22
0

(G.N.S) dt. 16

અમદાવાદ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સફળતા મેળવનારા યુવાઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી.

  • સ્પીપામાંથી અત્યાર સુધીમાં ૨૮૫ ઉમેદવારો યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થઈ અંતિમ પસંદગી પામ્યા છે.
  • આ વર્ષે સૌથી વધુ 25 ઉમેદવારો પસંદ થયા. ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે. આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના ૨૫ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે. સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં- 8 માં સેક્ટર 4 ખાતે બુથ પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજી
Next articleસેપ્ટ યુનિવર્સિટીમાં ‘મતદાન જાગૃતિ’ અભિયાન કાર્યક્રમ યોજાયો