(G.N.S) Dt. 3
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં આવેલ મણિનગર ના રામકૃષ્ણ પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય અને આરતી સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
બેઠક દરમિયાન સમાજમાં એકતા, સામાજિક સદભાવ, રાષ્ટ્રીય ચેતના અને પરસ્પર સહકાર જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓએ સમાજમાં સંવાદ અને સંસ્કારના મહત્વ પર ભાર મૂક્યો હતો તથા યુવાનોને સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં વિવિધ સમાજના પ્રતિનિધિઓ, શિક્ષણ, વેપાર, સામાજિક સેવા અને વ્યાવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મકતા અને સૌહાર્દ વધારવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો અને સભ્યોનો આયોજક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

