રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૮૬ સામે ૮૦૭૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૦૧૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૫૭ સામે ૨૪૭૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૨૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
૨૭ ઓગસ્ટના રોજ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો ૨૫% ટેરિફ લાદવામાં આવતા તેની સીધી અસર સેન્સેક્સ-નિફ્ટી પર જોવા મળતા આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયા પાસેથી ઓઈલ ખરીદતું હોવાના બહાને વધારાના ૨૫% ટેરિફને લાગુ કરવાનો અધ્યાદેશ જારી કરી દેતાં ભારતીય નિકાસકારો માટે પડકારજનક દિવસો આવી રહ્યાના નેગેટીવ પરિબળે આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
આ ઉપરાંત, વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે માર્કેટમાંથી ફંડ બહાર ખેંચવાને કારણે બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. ભારત પર ૫૦% ટેરિફ લાગુ થવા સામે ભારત સરકારે પણ કોઈપણ પડકારોનો મજબૂતીથી સામનો કરવાનો નિર્ધાર કર્યો હોઈ અને ઉદ્યોગોને રાહત માટે જીએસટી સ્લેબમાં સરળીકરણ સાથે જીએસટી દરોમાં ઘટાડાનો માર્ગ અપનાવ્યા સાથે વધુ પગલાંની તૈયારી છતાં આજે સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વના ગવર્નર લીસા કુકને દૂર કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યા બાદ ડોલર ઈન્ડેકસમાં આવેલા કરેકશનની અસરે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અનિશ્ચિતતાને પરિણામે ક્રુડઓઈલમાં સ્પષ્ટ દિશા નહીં જણાતા નવા કામકાજ કરવાથી ટ્રેડરો દૂર રહેતા ભાવમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરલ વધ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૫૧ અને વધનારની સંખ્યા ૧૪૫૮ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાઈટન કંપની લિ. ૧.૨૨%, લાર્સેન લિ. ૦.૭૨%, મારુતિ સુઝુકી ૦.૬૧%, એકસિસ બેન્ક ૦.૪૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૭%, એશિયન પેઈન્ટ ૦.૧૫% અને બજાજ ફાઈનાન્સ ૦.૦૬ વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેકનોલોજી ૨.૮૫%, ઇન્ફોસિસ લિ. ૧.૯૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૯૩%, ટીસીએસ લિ. ૧.૮૯%, એચડીએફસી બેન્ક ૧.૫૫%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૪૯%, ભારતી એરટેલ ૧.૨૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૬% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના ૫૦% ટેરિફ સામે દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા દિવસોમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી કરવાનું ટાળશે અને ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તેવી બજારના વર્તુળો ધારણાં રાખી રહ્યા છે. હાલમાં ક્રુડ તેલના ભાવ નીચા છે ત્યારે રૂપિયાને નબળો પડવા દેવાનું રિઝર્વ બેન્ક જોખમ લેશે તેવી શકયતા નકારાતી નથી. રૂપિયામાં નબળાઈની સ્થિતિમાં નિકાસકારોને ડોલર સામે વધુ રૂપિયા પ્રાપ્ત થાય છે. ભારતની સરખામણીએ તેના એશિયામાંના હરિફ દેશોના માલસામાન પર અમેરિકાએ ૨૦થી ૪૦% વચ્ચે ટેરિફ જાહેર કરી છે. સ્પર્ધામાં ટકી રહેવા ટેરિફના આ તફાવતમાંથી માર્ગ કાઢવાનું ભારત માટે જરૂરી બની રહે છે.
આ માર્ગોમાં સબસીડી, ધિરાણ દરમાં ઘટાડો તથા રૂપિયાનું એડજસ્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરતી રહે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને જોતા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરવાનું ટાળી ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તો નવાઈ નહીં ગણાય. હાલમાં ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરની નીચે છે અને ખાધ્ય પદાર્થોની કિંમતી પણ નિયંત્રણ હેઠળ હોવાથી રૂપિયામાં ઘસારાથી આયાતી ફુગાવાનું જોખમ ઘણું જ મર્યાદિત રહેશે. અમેરિકા દ્વારા લાગુ થયેલ એકંદર ૫૦% ટેરિફની સ્થાનિક સ્તરે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વારા તેને પ્રતિસાદ આપશે.
તા.૨૯.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૮.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૫૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૫૩૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ભારતી એરટેલ ( ૧૮૯૬ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૧૩ થી રૂ.૧૯૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૨૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સિપ્લા લિ. ( ૧૫૮૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૦૩ થી રૂ.૧૬૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૮ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૧૩ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૫૮ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૨૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૮ થી ૯૫૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓબેરોઈ રિયલ્ટી ( ૧૬૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૫૫ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૦૩ થી રૂ.૧૫૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૩ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૦૬ ) :- રૂ.૧૫૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૧૨૯ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૬ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૬૦ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૨૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

