લોકો ભૂતના નામ પર એકદમ ડરી જાય છે, પરંતુ શું તમે ક્યારેય અનુભવ્યું છે? સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભૂતિયા દર્દી એક હોસ્પિટલમાં આવે છે અને ત્યાંના ગાર્ડે તેની એન્ટ્રી કરાવે છે. આ સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજમાં વાયરલ થઇ ગયો. આર્જેટિનાના આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સને હચમચાવીને રાખી દીધો છે કારણ કે હોસ્પિટલમાં સુરક્ષા ગાર્ડને કોઇ એવા વ્યક્તિ સાથે વાત કરતાં જોઇ શકાય છે જે દેખાતો નથી.
‘ભૂતિયા દર્દી’ ના આશ્વર્યજનક ફૂટેજને વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહ્યો છે અને તેને લાખોવાર જોવામાં આવ્યો છે. વીડિયોના ડિસ્ક્રિપ્ટરના અનુસાર આ રાત્રે 3 વાગે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગયા. 38 સેકન્ડની ક્લિપને રેડિટ પર લગભગ 4 હજાર અપવોટ અને ચાર સોથી વધુ કોમેન્ટ મળ્યા છે.
વીડિયો શરૂ થતાં હોસ્પિટલના એન્ટ્રી ગેટ પર દરવાજો પોતાના મેળે ખુલે છે. સુરક્ષા અવાજ સાંભળે છે અને પોતાની સીટ પરથી ઉઠે છે, ડેસ્ક પર રાખવામાં ક્લિપબોર્ડને ઉઠાવે અને દરવાજા તરફ આગળ વધે છે. તે કોઇને અંદર જવા માટે લાઇન ડિવાઇડરને હટાવી દે છે અને કોઇની સાથે વાત કરવાનું શરૂ કરે છે. વીડિયોમાં સુરક્ષા ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો આ વ્યવહાર જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ આશ્વર્યમાં રહી ગયા.
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર આ હોસ્પિટલમાં એક દિવસ પહેલાં એક દર્દીનું મોત થયું હતું. રેડિટ યૂઝર્સનું કહેવું છે કે ગાર્ડ પ્રેંક અથવા મજાક કરી રહ્યો હશે. એક અન્ય યૂઝરે કહ્યું ‘આ ખૂબ અજીબ છે. અથવા તો ગાર્ડ કેમેરા પર મજાક કરી રહ્યો છે અથવા સમજવું મુશ્કેલ છે. એક અન્ય યૂઝરે કહ્યું ‘તે જાણવાનું છે કે તેનો પાર્ટનર બેસમેંટમાં બેઠો છે અને સીસીટીવી જોઇ રહ્યો છે. જોકે કેટલાક યૂઝર્સ ફૂટેજ જોઇને ડરી ગયો. એક ત્રીજા યૂઝરે એ પણ કહ્યું, ‘વ્હીલચેરના દ્રશ્યએ મારા મગજે ઉડાવી દીધું.’
આ ઘટના બ્યૂનસ આયર્સમાં સ્થિત એક પ્રાઇવેટ કેર સેન્ટર, ફિનોચિએટો સેનેટોરિયમમાં થઇ. સોશિયલ પર ફૂટેજ વાયરલ થયા બાદ કેર સેન્ટરના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે દરવાજો ખરાબસ હતો અને રાત્રે ઘણી ખુલતો રહ્યો. ડેલી સ્ટારના પ્રવક્તાના હવાલેથી કહ્યું ‘જોકે આ તૂટી ગયો હતો, એટલા માટે ગુરૂવારે રાત્રે અને શુક્રવારે સવારે 10 કલાક દરમિયાન આ 28 વાર આપમેળે ખુલ્યો. ‘પ્રવક્તાએ કહ્યું કે એવું લાગે છે કે સુરક્ષા ગાર્ડ ક્લિપબોર્ડ પેપર કંઇક લખી રહ્યો છે, પરંતુ રજિસ્ટરમાં કોઇનું નામ નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.