Home રમત-ગમત Sports સંજૂ સેમસને લડાયક ઈનિંગ રમી પરંતુ ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 9 રને...

સંજૂ સેમસને લડાયક ઈનિંગ રમી પરંતુ ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 9 રને પરાજય થયો

39
0

લખનૌના એકાના સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. બે દિવસ ભારે વરસાદ પડ્યો હોવાથી મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો અને આખરે 40-40 ઓવરની મેચ રમાડવામાં આવી હતી. ભારતને અંતિમ ઓવરમાં જીત માટે 31 રનની જરૂર હતી. સંજૂ સેમસને લડાયક 83 રનની અણનમ ઈનિંગ રમી હતી પરંતુ ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 9 રને પરાજય થયો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પ્રવાસી ટીમે ચાર વિકેટ ગુમાવીને 249 રન કર્યા હતા.

જવાબમાં ભારતીય ટીમ બીજા હરોળના ખેલાડીઓની મદદથી સારી એવી ફાઈટ આપવામાં સફળ રહી હતી પરંતુ આઠ વિકેટે 249 રન જ કરી શકતા આફ્રિકાનો 9 રને વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકાએ ત્રણ વન-ડેની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. અગાઉ ભારતે ટી20 શ્રેણીમાં 2-1થી વિજય નોંધાવ્યો હતો. ભારતની મુખ્ય ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ માટે રવાના થવાના હોવાથી વન-ડે શ્રેણીમાં શિખર ધવનના નેતૃત્વમાં બીજા હરોળના ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન હેનરિચ ક્લાસેન 74 રન કરી નોટ આઉટ રહ્યો હતો અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના 250 રનના ટારગેટના પાર પાડવા ઉતરી ત્યારે તેની શરૂઆત કંગાળ રહી હતી. કેપ્ટન શિખર ધવન 16 બોલમાં એક પણ બાઉન્ડ્રી વગર ચાર રન કરી પરત ફર્યો હતો. જ્યારે શુભમન ગિલ સાત બોલમાં ત્રણ રન કરી રબાડાના બોલ પર બોલ્ડ થયો હતો. ઋતુરાજ ગાયકવાડને લાંબા સમય બાદ ટીમમાં રમવાની તક મળી હતી પરંતુ તે તેનો લાભ ઉઠાવી શક્યો નહતો અને 42 બોલમાં 19 રન કરી પેવેલિયન પાછો ફર્યો હતો.

ઈશાન કિસન પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી પરંતુ તે પણ નિષ્ફળ ગયો હતો અને ત્રણ ચોગ્ગા સાથે 20 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે ટીમને સ્થિરતા અપાવી હતી અને અડદી સદી ફટકારી હતી. 37 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ એ સામે તાજેતરમાં શાનદાર પ્રદર્શન કરનાર સંજૂ સેમસને પણ 63 બોલમાં 86 રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો.

સેમસને શમ્સીની અંતિમ ઓવરમાં એક છગ્ગો અને ત્રણ ચોગ્ગા સાથે 20 રન કર્યા હતા પરંતુ તે ભારતને જીત અપાવી શક્યો નહતો. આફ્રિકાના બોલર લુંગી એન્ગિડીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. રબાડએ બે તથા પારનેલ, મહારાજ અને શામ્સીએ એક-એક વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમ ટી20 સિરીઝ હાર્યા બાદ વન-ડે શ્રેણીમાં જુસ્સા મક્કમ મનોબળ સાથે ઉતરી હતી. ક્વિન્ટ ડી કોકે 48 અને ઓપનર મલાને 22 રન ફટકારતા પ્રથમ વિકેટ માટે 49 રનની મજબૂત ભાગીદારી કરી હતી.

કેપ્ટન બાવુમા હાલ ફોર્મમાં નહીં હોવાથી તે આઠ રન પર શાર્દુલના બોલ પર બોલ્ડ થયો હતો. જ્યારે કુલદીપે માર્કરમને શૂન્ય રને આઉટ કર્યો હતો. ક્લાસેને 65 બોલમાં ધમાકેદાર અણનમ 74 રન કર્યા હતા જ્યારે ડેવિલ મિલર 63 બોલમાં 75 રનની ઈનિંગ રમી નોટ આઉટ હતો. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 139 રનની અણનમ પાર્ટનરશીપ થઈ હતી. ભારતની બોલિંગ અને ફિલ્ડિંગ તેની મુખ્ય નબળાઈ રહી હતી.

શાર્દુલ ઠાકુરે બે તથા રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી. શાર્દુલને બાદ કરતા અન્ય ઝડપી બોલર વિકેટ ઝડપવામાં અસફળ રહ્યા હતા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હવે 9 ઓક્ટોબરે રવિવારે રાંચીમાં બીજી મેચ રમાશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજામૌલિએ RRRને ઓસ્કાર માટે એવોર્ડની 14 અલગ-અલગ કેટેગરીનો દાવો કર્યો
Next articleદે. બરિયામાં એમજીવીસીએલની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધર્યુ