Home ગુજરાત દે. બરિયામાં એમજીવીસીએલની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધર્યુ

દે. બરિયામાં એમજીવીસીએલની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધર્યુ

28
0

દે. બરિયામાં એમજીવીસીએલની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. 82 ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું કર્મચારીઓના ધ્યાને આવ્યુ હતું. 15 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડી હતી. દેવગઢ બારીયા એમજીવીસીએલ કચેરી ખાતે વિજિલન્સ તેમજ અન્ય વિભાગીય કચેરીની ટોટલ 28 કર્મચારીઓએ ભેગા થઇને વીજ ચોરી અંગેનું સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યુ હતું.

કસ્બા, કાપડી, પીઠા, સમડી સર્કલ, ધાનપુર રોડ, સર્કલ બજાર, રાણા શેરી અને તેની આસપાસના વિવિધ વિસ્તારમાં 521 વીજ જોડાણોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. તપાસ દરમિયાન 82 ઘરોમાંથી વીજ ચોરી પકડાઇ હતી. વીજ ચોરી બદલ 82 વ્યક્તિઓ સામે ઇલેક્ટ્રિકસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 82 ઘરોમાંથી આશરે 15 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી પકડાઇ છે.

આ પ્રકારે અન્ય ટીમો બનાવીને સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. આ સરપ્રાઇઝ ચેકિંગથી દેવગઢ બારિયા પંથકમાં વીજ ચોરી કરનાર વ્યક્તિઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વીજ ચોરીના ચેકિંગની વાત ફેલાતા કેટલાંક લોકો તો ઘર બંધ કરીને રવાના થઇ ગયા હતાં.

આ સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બોર્ડર વિંગના જવાનો તેમજ જીઓવીએનએલની પોલીસ પણ હાજર રહી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંજૂ સેમસને લડાયક ઈનિંગ રમી પરંતુ ભારતનો દક્ષિણ આફ્રિકા સામે 9 રને પરાજય થયો
Next articleદાહોદમાં ફતેપુરામાં અજાણ્યા વાહનની ટક્કરે એક બાઈક સવારનુ મોત, બે લોકો ઈજાગ્રસ્ત