રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૭.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૪૧૬.૧૫ સામે ૫૩૬૩૭.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૩૬૧.૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૯.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪.૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૭૬૦.૭૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૯૩૨.૫૫ સામે ૧૫૯૮૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૯૩૦.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૩.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૧.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૦૭૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. મોંઘવારી – ફુગાવાને અંકુશમાં લેવાની વિશ્વની કવાયતમાં સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરમાં કરેલા આક્રમક વધારાના પરિણામે ક્રુડ ઓઈલ, મેટલ્સ સહિતની કોમોડિટીઝના ભાવો જૂનની ટોચથી ૨૦% જેટલા તૂટતાં ફુગાવો અંકુશમાં આવવા લાગ્યા સામે વૈશ્વિક મહામંદીના ફફડાટ છતાં કાચામાલના ભાવો અંકુશમાં આવતાં કોર્પોરેટ વિશ્વની ચિંતા હળવી થતાં વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે સ્થાનિકમાં ચોમાસાની સારી પ્રગતિએ ભારતીય શેરબજારમાં ફંડોએ આજે ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, ટેલિકોમ અને સીડીજીએસ શેરોમાં ફંડોની તેજીએ બીએસઇ સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૪૧ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
વિશ્વમાં ફરી મંદીનો ફફડાટ ફેલાઈ જવા સાથે હજુ મોંઘવારી નવા રેકોર્ડ સર્જતી રહી અમેરિકામાં ફુગાવો ૯.૧%ની ઊંચાઈએ પહોંચતાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તોળાતાં ૧%ના વધારાને લઈ વૈશ્વિક બજારોમાં લિક્વિડિટી – નાણા પ્રવાહિતા વધુ ઘટવાની શકયતા અને ચાઈનામાં કોરોનાના કેસો વધ્યા સાથે હવે જાપાનમાં પણ કોરોના વ્યાપક ફેલાઈ રહ્યાની ચિંતાએ છતાં આજે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, આઇટી, યુટિલિટીઝ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૮ અને વધનારની સંખ્યા ૧૭૧૯ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મહામારી બાદ હવે મોંઘવારી અને વ્યાજ વૃદ્ધિને લીધે દુનિયાભરમાં વધી રહેલી આર્થિક મંદીની આશંકા વચ્ચે રેટિંગ એજન્સી નોમુરાએ નણાંકીય વર્ષ ૨૦૨૩ માટેના ભારતના વિકાસદરના અંદજમાં ઘટાડો કર્યો છે. નોમુરાએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટેના ભારતના વિકાસદરનો દર અંદાજ ઘટાડીને ૪.૭% કર્યો છે જ્યારે તેની અગાઉ ૫.૪%ના ગ્રોથની અપેક્ષા હતી. નોમુરાએ ભારત અને એશિયા (જાપાન સિવાય) માટે એક નોંધમાં જણાવ્યુ કે, નિકાસના મોરચે મુશ્કેલીઓ આવવી શરૂ થઇ ગઇ છે, તો જંગી આયાતથી માસિક વેપારખાધ વિક્રમી ઉંચાઇ તરફ આગળ વધી રહી છે. ઉંચો ફુગાવો, કડક મોનેટરી પોલિસી, ખાનગી મૂડીખર્ચમાં ઘટાડો, વિજળીની અછત અને વૈશ્વિક મંદીની આશંકાઓ મધ્યમ ગાળા માટે પડકારોરૂપ છે.
ભારતીય અર્થવ્યવસ્થા માટે તમામ સંભાવનાઓ છુપાયેલી છે. નોમુરાએ કહ્યુ કે, સર્વિસ સેક્ટરમાં સારી રિકવરી અને જાહેર ખર્ચનું પ્રોત્સાહન તેમજ બેન્ક ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિના સહારે અર્થતંત્ર મહામારી પૂર્વેના સ્તરે પહોંચી ગયુ છે. વપરાશ, રોકાણ, ઉદ્યોગો અને બાહ્ય ક્ષેત્રોમાં સુધારો થયો છે. મોંઘવારીને ડામવા માટે સરકાર તરફથી તાજેતરમાં પગલાંઓ લેવાયા હોવા છતાં પણ ફુગાવો હજી વધી શકે છે એવુ નોમુરાનું માનવુ છે. આથી નોમુરાએ વર્ષ ૨૦૨૨માં રિટેલ ઇન્ફ્લેશન સરેરાશ ૬.૯% અને વર્ષ ૨૦૨૩માં ૫.૯% રહેવાનો અંદાજ મૂક્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.