Home દુનિયા - WORLD કેન્સર પીડિત મહિલાએ મરતાં પહેલા પોતાની ઈચ્છા મિત્રને જણાવી

કેન્સર પીડિત મહિલાએ મરતાં પહેલા પોતાની ઈચ્છા મિત્રને જણાવી

52
0

(જી.એન.એસ),તા.૧૪
વોશિંગ્ટન
કહેવામાં આવે છે મરનારની અંતિમ ઇચ્છા તો ભગવાન પણ પુરી કરે છે. એવામાં એક મહિલાએ મરતાં પહેલાં પોતાના મિત્રને પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી જેને સાંભળીને તે દંગ રહી ગયો. મિત્રતામાં આવી ઇચ્છા પુરી કરતાં પહેલાં વ્યક્તિ સંકોચમાં હતો પરંતુ તેની મિત્ર પોતાના અંતિમ દિવસોમાં હતી. વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી. આ પોસ્ટમાં પોતાની મિત્રની અંતિમ ઇચ્છાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેને કેન્સર હતું. પોસ્ટ લખનાર વ્યક્તિની મહિલા મિત્ર કેન્સરથી પીડિત હતી. તે બંને ગત ૬ વર્ષથી મિત્ર હતા. સોશિયલ મીડિયા પોસ્ટના અનુસાર મહિલાને આ પહેલાં પણ કેન્સર થઇ ચૂક્યું હતું. પરંતુ સારવાર બાદ કેન્સર ફરી થયું. મહિલા વારંવાર કીમોથેરપી કરવા માંગતી ન હતી. એટલા માટે મહિલાએ ર્નિણય કર્યો કે તે પોતાના જીવનના કેટલાક અંતિમ દિવસો ખુલીને જીવશે. આ જ જીવનનો આનંદ માણતી વખતે બંને એક રાત્રે સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. ત્યારે મહિલાએ પોતાના સૌથી નજીકના મિત્ર એટલે કે તેને જણાવ્યું કે તે હજુ સુધી વર્જિન છે. મહિલા મરતાં પહેલાં એવા વ્યક્તિ સાથે ફિજિકલ રિલેશન બનાવવા માંગે છે, જેના પર તે વિશ્વાસ કરી શકે. વ્યક્તિના અનુસાર મહિલાનો ઇશારો તેની તરફ હતો. તે વિશ્વાસપાત્રુ વ્યક્તિ તે જ હતો જેની સાથે તે દારૂ પી રહી હતી. તેણે મને આવું કંઇ કરવા માટે મજબૂર કર્યો ન હતો જે હું કરવા માંગતો ન હતો. તેણે મને આ વિશે પૂછ્યું પરંતુ તે એ વસ્તુ માટે પણ તૈયાર હતી કે જાે હું ના પાડી દઇશ તો તે આ વિશે પછી કોઇને વાત કરશે નહી. હું તેની અંતિમ ઇચ્છાને પુરી કરવા માટે માની ગયો. અમે તેને ખાસ બનાવવા માટે કંઇક સ્પેશિયલ કર્યું. તેને વધુ રોમેન્ટિક બનાવવા માટે અમે આખા રૂમમાં મીણબત્તીઓ પણ સળગાવી. સોશિયલ મીડિયા પોસ્ટના અનુસાર વ્યક્તિના મનમાં મહિલા માટે તે સમયે ઘણા ઇમોશન હતા. સેક્સ બાદ કેન્સર પીડિત મહિલાને ખૂબ વધુ ખુશી થઇ. મહિલાને ખુશી હતી કે તેણે વિશ્વાસપાત્ર વ્યક્તિ સથે પોતાના જીવનમાં પહેલીવાર સેક્સ માણ્યું. સાથે જ યુવકને પણ એ વાતની ખુશી હતી કે તેણે પોતાની મિત્રની અંતિમ ઇચ્છાને પુરી કરી જેના માટે તે ખુશ હતો. છોકરા-છોકરીની મિત્રતાની સોશિયલ મીડિયા પર જાેરદાર પ્રશંસા થઇ રહી છે. મહિલાના મોત બાદ વ્યક્તિ જણાવ્યું કે આજે પણ પોતાની મિત્રને યાદ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં પ્રથમ રાઉન્ડમાં ઋષિ સુનક ટોપ પર
Next articleસપ્તાહના અંતે ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ અને કેપિટલ ગુડ્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો…!!