(જી.એન.એસ) તા. 24
બૉલીવુડની ધક-ધક ગર્લ એટલે કે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ફરી એક વખત સાથે અભિનય કરતાં જોવા મળશે, આ પહેલા ‘ભૂલ ભૂલૈયા ૩’માં બન્નેએ સાથે કામ કર્યું હતું, અને હવે તેઓ ઓટીટી પરથી રિલીઝ થનારી એક કોમેડી-એકશન ડ્રામા ‘મા-બહેન’માં જોવા મળશે.
આ ફિલ્મમાં તેઓ મા-દીકરીની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ એક હલકી-ફુલકી કોમેડી હશે. જેમાં મા-દીકરી વચ્ચેની નોક-ઝોંક, પ્રેમ, તકરાર અને સમજદારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે આ ફિલ્મ માં ઉત્તર પરદેશથી લોકસભા સાંસદ અને અભિનેતા રવિ કિશન પણ એક મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સુરેશ ત્રિવેણી દ્વારા કરવામાં આવશે.

