(જી.એન.એસ) તા. 19
અમરેલી,
અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામે એક નાની સામાન્ય બાબતે ખૂલી ખેલ રમાયો હોય તેવી ઘટના સામે આવી છે જેમાં, ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં બોલાચાલી ઉગ્ર થતાં એક વ્યક્તિની હત્યા થઈ છે. ખેતરના રસ્તાને લઈને જયરાજ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 50 વર્ષીય કાળુભાઈ વાળાનું મોત થયું હતું. જ્યારે રાજદીપ વાળા ઈજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.

