(જી.એન.એસ) તા. 1
14મી વખત ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્ક પિતા બન્યા છે, તેમના પાર્ટનર શિવોન ઝિલિસે પુત્ર સેલ્ડન લાઇકર્ગસને જન્મ આપ્યો છે. મસ્કને બહુવિધ સંબંધોથી કુલ 14 બાળકો છે. આ 14મા બાળકની માહિતી તેની પત્ની શિવોન ઝિલિસે X પર પોસ્ટ કરીને આપી હતી. મસ્ક અને ઝિલિસેનું આ ચોથું સંતાન છે.
શિવોન ઝિલિસે લખ્યું કે એલોન મસ્ક સાથે ચર્ચા કર્યા પછી, અમે વિચાર્યું કે સુંદર આર્કેડિયાના જન્મદિવસ નિમિત્તે, અમારા પુત્ર સેલ્ડન લિકર્ગસ વિશે બધાને જણાવવું વધુ સારું રહેશે. તે ખૂબ જ શક્તિશાળી છે, પણ હૃદયથી ખૂબ જ દયાળુ છે. અમે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ.
એલોન મસ્ક લાંબા સમયથી ઘટી રહેલા જન્મ દર અને વસ્તી સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ભવિષ્ય માટે મોટા પરિવારો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એલોન મસ્કની પહેલી પત્ની જસ્ટિન વિલ્સનથી તેમને પાંચ બાળકો છે: જોડિયા બાળકો વિવિયન અને ગ્રિફીન, અને અને ત્રણ ત્રિપુટી કાઈ, સેક્સન અને ડેમિયન. જસ્ટિન વિલ્સન સાથેના તેમના પહેલા પુત્ર, નેવાડા એલેક્ઝાન્ડર મસ્કનું માત્ર 10 અઠવાડિયાની ઉંમરે અવસાન થયું હતું. મસ્ક અને સંગીતકાર ગ્રીમ્સને ત્રણ બાળકો છે: પુત્રો એક્સ અને ટેક્નો મિકેનિકસ, અને પુત્રી એક્સા ડાર્ક સાઇડરિયલ. હવે ન્યુરાલિંકમાં કામ કરી રહેલા શિવોન ઝિલિસથી તેમના ચાર બાળકો છે. તમને જણાવી દઈએ કે, શિવોન ઝિલિસની સાથે જ મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

