(જી.એન.એસ) તા.૧૧
આણંદ,
કણજરીની મહિલા સાથે રૂ. 18.40 લાખની છેતરપિંડી લોકોને વિદેશમાં જવાની ભારે ઘેલછા હોય છે. આ ઘેલછા ક્યારેક ભારે પણ પડતી હોય છે. આણંદમાં બનેવલા આ પ્રકારના એક કેસમાં વિદેશ જવાની લાલચમાં મહિલા છેતરપિંડીનો બોગ બની હતી.જેમાં આણંદના કણજરી વિસ્તારમાં રહેતી મહિલા સાથે રૂ. 18.40 લાખ ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મહિલાને UKના વિઝા અપાવવાના બહાને ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ સંદર્ભે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં આ શખ્સો વિદ્યાનગર અને વડોદરામાં ઓફિસો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઈમીગ્રેશન ઓફિસ ધરાવતા આ ચારેય ગઠિયાઓ ફરિયાદ દાખલ કરી છે. વધુ તપાસમાં આ ઠગ ટોળકી બોગસ સર્ટી અને ડોક્યુમેન્ટ આધારે વિદેશ મોકલતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં પોલીસે એજન્ટ વિશાલ પટેલ અને બ્રિજેશ પટેલ તથા મૃગેશ પટેલ અને માર્ગી પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે ચારેય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

