રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૨.૨૦૨૦ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૪૪૪.૧૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૬૭૪૩.૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૬૫૩૯.૦૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૪.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૯.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૯૭૩.૫૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૬૧૨.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૬૭૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૬૪૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૭૬૦.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં પોઝિટિવ મોમેન્ટમ વચ્ચે ફોરેન ફંડોની સતત લેવાલીને પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે પણ સતત આગેકૂચ ચાલુ રહી હતી અને તેજીવાળાઓએ બજાર પર પકડ બનાવી રાખી હતી. સપ્તાહની શરૂઆતમાં યુ.કે.માં કોરોના વાઈરસ નવા સ્વરૂપે ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલ અને એમાં ખાસ યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો વચ્ચે યુ.કે. સાથેનો વિમાની વ્યવહાર અનેક દેશોએ બંધ કરી દેતાં અને વધુ દેશોમાં કોરોના ફેલાવાના ફફડાટ સાથે વૈશ્વિક અર્થતંત્ર ફરી વધુ ડામાડોળ થવાના એંધાણે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી. અલબત આગામી સપ્તાહમાં ગુરૂવારે ડિસેમ્બર વલણનો અંત આવી રહ્યો હોઈ અને બીજી તરફ અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉસ ઓફ રેપ્રઝેન્ટિટિવ દ્વારા મંજૂર કરાયેલા અંદાજીત ૯૦૦ અબજ ડોલરના પેકેજ પર સહી કરવાની ના પાડી દેતા ફંડોએ ઈન્ડેક્સ બેઝડ શોર્ટ કવરિંગ સાથે ઉછાળે નફારૂપી વેચવાલી પણ કરી હતી. જોકે ભારતીય શેરબજારે હાલ તો બ્રેક્ઝિટ સહિતના તમામ નેગેટિવ ફેક્ટરને પણ અવગણીને આગેકૂચ જાળવી રાખી હતી અને સપ્તાહના અંતે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
બજારમાં કોરોનાના નવા સ્ટરેઈન, લોકડાઉન અને વૈશ્વિક આર્થિક નરમાઈ જેવા નેગેટિવ પરિબળો છતાં રેલી આગળ ધપી રહી છે. બુધવારે આઈટી અને મિડકેપ તથા સ્મોલ કેપ શેરોમાં સારી એવી ખરીદી જોવા મળી હતી. અમેરિકામાં જાહેર થયેલા વધારાના સ્ટીમ્યુલસ પેકેજની ખાસ પોઝિટિવ અસર થઈ નહીં કારણ કે જે જાહેરાત થઈ તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બજારે ડિસ્કાઉન્ટ કરી દીધી હતી. યુરોપમાં પણ બ્રેક્ઝિટનો મુદ્દો હજી ઉકેલાયો નથી. જોકે આગામી દિવસોમાં કંઈક રસ્તો નીકળશે તેવી આશા સાથે આ તમામ મુદ્દા પર નજર રહેશે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર આઇટી, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૭ અને વધનારની સંખ્યા ૧૬૮૧ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
મિત્રો, બજારમાં ચાલુ સપ્તાહે પણ તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. સેન્સેક્સે સૌપ્રથમવાર ૪૭,૦૦૦ની સપાટી કૂદાવી, તો નિફ્ટી ફ્યુચરે ૧૩૭૦૦નું લેવલ કૂદાવ્યું હતું. નવા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રેક્ઝિટ ડીલની મંત્રણા અને અમેરિકન સ્ટીમ્યુલસ અંગેની અનિશ્ચિતતા જેવા પરિબળો પર વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારનો આધાર રહેશે. આ ઉપરાંત બજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે, પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, એફઆઈઆઈની સતત ખરીદી નવેમ્બર પછી ડિસેમ્બરમાં પણ આગળ વધી રહી છે. બજારનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. ત્યારે તેમની ખરીદી ચાલુ રહે છે કે વર્ષના અંતિમ દિવસોમાં તેઓ નફો બુક કરશે તે જોવાનું રહેશે. એફઆઈઆઈએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૪૦૦૯૯.૬૮ કરોડની નેટ ખરીદી કરી છે જ્યારે ડીઆઈઆઈએ અંદાજીત રૂ.૩૧૧૫૩.૪૯ કરોડની નેટ વેચવાલી કરી છે. મારા મતે સમગ્ર રીતે જોતા ટ્રેન્ડ પોઝિટિવ જળવાઈ રહેશે, કારણ કે બજારમાં લિક્વિડિટી ખાસ્સી છે. યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો સામે રસી અંગેના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે અને આર્થિક રિકવરી પણ સારી જોવાઈ રહી છે. જોકે અમેરિકન સ્ટીમ્યુલસ અંગે અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટની અનિશ્ચિતાને કારણે વૈશ્વિક નરમાઈની અસર સ્થાનિક શેરબજાર પર પડી શકે છે અને આગામી દિવસોમાં ઈન્ડેક્સમાં કોન્સોલિડેશન જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.