રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૨.૨૦૨૦ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૦૯૯.૦૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૬૨૮૪.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૫૯૫૧.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૧.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૨૫૩.૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૫૧૮.૩૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૫૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૪૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૫૬૮.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
કોરોના વાઈરસના ફરી વિશ્વભરમાં વધતાં સંક્રમણ સાથે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ અને વેક્સિનેશન પ્રોગ્રામમાં અમેરિકાએ ફાઈઝરની વેક્સિનને મંજૂરી આપી દીધાના અહેવાલે અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ડ ક્રુડ ૫૦ ડોલરની સપાટી કુદાવી જતાં વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવાઈ હતી.
સ્થાનિક ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલીમાં દરેક ઘટાડે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની અવિરત ખરીદી જાળવી રાખીને ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ – નિફટીમાં નવી રેકોર્ડ ઊંચાઈ નોંધાવી ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આજના ટ્રેડીંગ સેશનમાં કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ, યુટિલિટીઝ અને મેટલ શેરોમાં ફંડોએ તેજી કરી હતી. અલબત ટેલિકોમ, ઓટો તેમજ રિયલ્ટી કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વ્યાપક તેજી કરી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૪% વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૭ અને વધનારની સંખ્યા ૧૯૨૧ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેકટર સમાચાર….. ટૂંકાગાળામાં ઝડપી સુધારાના અતિરેક બાદ ભારતીય શેરબજારે તેજીનો અન્ડરટોન જાળવી ટૂંકી રેન્જમાં મુવમેન્ટ નોંધાવી હતી જો કે બજારમાં અતિ મહત્ત્વનું પરિબળ સેક્ટરલ રોટેશન જોવા મળ્યું હતું અને એફએમસીજી શેર્સમાં સાર્વત્રિક સુધારા પાછળ નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સે બે વર્ષથી વધુ સમય બાદ બ્રેક આઉટ દર્શાવ્યું હતું.નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ તેની બે વર્ષ અગાઉની ૩૩૧૬૮ની ટોચને પાર કરી ૩૪૪૧૧ પર બંધ રહેવામાં સફ્ળ રહ્યો હતો. માર્કેટમાં મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો જ્યારે અગાઉના બંધની સરખામણીમાં નરમાઈ દર્શાવતાં હતાં ત્યારે નિફ્ટી એફએમસીજીએ ૨.૮૦%નો ઉછાળો નોંધાવ્યો હતો.
મારા મતે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં બેંકિંગ ક્ષેત્રે બજારને મોટો સપોર્ટ પૂરો પાડયો હતો. જે હવે કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે ત્યારે બજાર સેક્ટરલ રોટેશન જાળવી રાખતાં એફએમસીજી તરફ વળ્યું છે. જે બાબત નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સના બ્રેકઆઉટમાં પ્રતિબિંબત થાય છે. બે વર્ષથી વધુ સમય બાદ કોઈ ઈન્ડેક્સ બ્રેકઆઉટ આપે તો તેને ખૂબ બુલીશ સંકેત તરીકે જોવામાં આવે છે અને હવેના સમયગાળામાં તે આઉટપર્ફેર્મન્સ દર્શાવે તેવી શક્યતા જોવામાં આવે છે. આગામી ત્રણથી ચાર ક્વાર્ટર્સમાં નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ ૨૦-૨૫% રિટર્ન સાથે ૪૦ હજારની સપાટી પાર કરે તો નવાઈ નહી. તમામ અગ્રણી કાઉન્ટર્સ છેલ્લા બે વર્ષ દરમિયાન બજારમાં ખૂબ અન્ડરપર્ફેર્મર રહ્યાં હોવાથી આગામી સમયગાળામાં તેઓ અન્ય હરીફેની સરખામણીમાં ચડિયાતો દેખાવ કરે તેવું પણ માનવામાં આવે છે અને જો આ રીતે તેજી તરફી માહોલ અકબંધ રહેશે તો બજેટ ૨૦૨૧ પૂર્વે સેન્સેક્ષને ૫૦૦૦૦ પોઈન્ટ ના મથાળે સ્પર્શવામાં કોઈ અડચણ નહી રહે.
બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી.સેન્સેક્સે સૌપ્રથમવાર ૪૬૩૭૩ પોઈન્ટની સપાટી તેમજ નિફ્ટી ફ્યુચરે ૧૩૬૧૨ પોઈન્ટની વિક્રમી સપાટી બનાવી હતી. આગામી દિવસોમાં સ્થાનિક સ્તર પર ફુગાવા સહિતના મેક્રો ડેટા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકન ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક અને બ્રેક્ઝિટ જેવા પરિબળો પર બજારનો આધાર રહેશે.
ભારતીય શેરબજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે જેને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે ઉપરાંત ઓક્ટોબર માસનો આઈઆઈપી ગ્રોથ પણ નોંધપાત્ર ૩.૬% રહ્યો છે જેને કારણે પણ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેવાની ધારણા છે. બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે.એફઆઈઆઈની સતત ખરીદી નવેમ્બર પછી ડિસેમ્બર માસમાં પણ આગળ વધી રહી છે. એફઆઈઆઈએ ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૨૬૯૨૮ કરોડની નેટ ખરીદી કરી છે જ્યારે ડીઆઈઆઈએ અંદાજીત રૂ.૧૮,૬૨૬ કરોડની નેટ વેચવાલી કરી છે. ડિસેમ્બર માસનું મહત્વનું સપ્તાહ હવે શરૂ થઈ ગયું છે ત્યારે તેમની ખરીદી ચાલુ રહે છે કે વર્ષના અંતિમ દિવસોમાં વિદેશી સંસ્થાઓ નફો બુક કરશે કે ખરીદી નો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર રોકાણકારોની નજર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.