Home વ્યાપાર જગત બ્રેક્ઝિટ ડીલ અને યુ.એસ.ફેડરલ રિઝર્વની મળનારી મીટિંગ પર વૈશ્વિક બજારોમાં સાવચેતી નું...

બ્રેક્ઝિટ ડીલ અને યુ.એસ.ફેડરલ રિઝર્વની મળનારી મીટિંગ પર વૈશ્વિક બજારોમાં સાવચેતી નું વલણ

174
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૨.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૨૫૩.૪૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૬૨૮૭.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૫૮૪૧.૬૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૮.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૨૬૩.૧૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૫૭૧.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૫૩૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૪૫૪.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૫૮૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

નબળા વૈશ્વિક સંકેતોને અને યુ.એસ.ફેડરલ રિઝર્વની મળનારી મીટિંગ પર નજરે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલના સંજોગે ભારતીય શેરબજાર તેજીના અવિરત વિક્રમી તોફાનમાં ઓવરબોટ – જોખમી ઝોનમાં ટ્રેડ નોંધાવી રહ્યું છે દરેક ટ્રેડર મંદી તરફી ટ્રેડ કરી તેજીના તોફાનમાં ફસાઈ રહ્યો છે, મિત્રો બજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ જળવાઈ રહ્યો છે ત્યારે વિરુદ્ધ દિશામાં મંદી તરફી ટ્રેડ કરી નુકશાની ના નોતરો.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, ફંડો અને મહારથીઓએ બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને પાવર શેરોમાં ખરીદી સામે એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી કરી કરીને બે – તરફી અફડાતફડી નોંધાવ્યા બાદ ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૮ અને વધનારની સંખ્યા ૧૫૪૨ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડીટી સેક્ટર સંદર્ભે… ડોલરના પ્રવાહને કારણે દેશનું ફોરેકસ રિઝર્વ જોરદાર વધ્યું છે. મારા અંગત અભિપ્રાય પ્રમાણે જ્યાં સુધી ઈક્વિટીઝમાં ઈન્ફલોઝ જંગી હશે ત્યાં સુધી રૂપિયો પણ મજબૂત રહેશે. ગત સપ્તાહમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં રૂ.૧૮૦૦૦ કરોડથી વધુની ખરીદી કરી હતી. જો કે ક્રુડતેલના ભાવમાં વધારા સાથે વેપાર ખાધ પર આવી રહેલા દબાણને પરિણામે ભારતના રૂપિયામાં ઘસારાનું જોખમ પણ વધ્યું છે. આ ઉપરાંત, અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિમાં ફેરબદલ તથા બ્રેકઝિટ મડાગાંઠ પણ રૂપિયાને નબળો પાડી શકે છે. કોરોના વિરુદ્ધની વેકસિનમાં મળી રહેલી સફળતાને પરિણામે વૈશ્વિક અર્થતંત્ર ફરી સુધારા તરફી જોવા મળવાની આશાએ ક્રુડ તેલના ભાવમાં મક્કમતા જોવા મળી રહી છે. આ ઉપરાંત ભારતમાં પેટ્રોલ તથા ડીઝલની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. જેને કારણે રિફાઈનરીઓ વધુ ક્રુડ ઓઈલ મેળવી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં અમેરિકાના અર્થતંત્રને લઈને પોઝિટિવ અંદાજો આવવાના કિસ્સામાં પણ ડોલરમાં મજબૂતાઈ જોવા મળી શકે છે.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રોજબરોજ નવા ઈતિહાસ રચતાં સેન્સેક્સ – નિફટીની સાથે પાછલા ઘણાં દિવસોથી ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની અવિરત જંગી ખરીદીના જોરે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પણ ઓલ રાઉન્ડ તોફાની તેજી જોવાઈ રહી છે. કોરોના વાઈરસના ઉપદ્રવથી વિશ્વ ત્રસ્ત છે ત્યારે કોરોનાની વેક્સિનના સંશોધનમાં અનેક કંપનીઓના દાવા વચ્ચે નવી નવી વેક્સિનના પ્રયોગ – ઉપયોગની વિવિધ દેશોમાં મંજૂરીઓ અપાવા લાગી છે. ભારત સહિતના દેશો દ્વારા મેગા વેક્સિનેશન માટે મેગા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વેક્સિનની અસરકારકતા મામલે હજુ સવાલો ઊઠી રહ્યા છે પરંતુ કોરોનાથી બચવા માટે વેક્સિનેશન ચાલુ થવાની સાથે અનેક લોકોના સંભવિત ધસારાને જોતાં આયોજન આગામી દિવસોમાં અત્યંત મહત્વનું બની રહેશે. મારા મત અનુસાર સમગ્ર રીતે જોતા ટ્રેન્ડ પોઝિટિવ જળવાઈ રહેશે તેમ જણાય છે કારણ કે બજારમાં લિક્વિડિટી ખાસ્સી છે. રસી અંગેના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે અને આર્થિક રિકવરી પણ સારી છે.

જો કે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકન સ્ટીમ્યુલસ અંગે અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટની અનિશ્ચિતાને કારણે વૈશ્વિક નરમાઈની અસર આપણા બજાર પર પડી શકે છે. વૈશ્વિક બજારોમાં ટ્રેન્ડ બ્રેક્ઝિટ ડીલની મંત્રણા પર આધાર રાખશે. બ્રિટનના આકરા વલણ પછી યુરોપના બજારો નરમ રહ્યા છે જ્યારે યુ.એસ.ફેડરલ રિઝર્વની આજ રોજ ૧૫,ડિસેમ્બરથી મળનારી બે દિવસીય મીટિંગના ૧૮,ડિસેમ્બરના જાહેર થનારા વ્યાજના દર અંગે નિર્ણય પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

Print Friendly, PDF & Email