Home વ્યાપાર જગત નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૩૩૭૩ થી ૧૩૬૩૬ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૩૩૭૩ થી ૧૩૬૩૬ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

173
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ટૂંક સમયમાં વેક્સિનના ઉપયોગની દર્શાવેલી શક્યતા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ સ્થિર રાખવા સાથે નાણાકીયવર્ષ ૨૦૨૦ – ૨૧ માટેના જીડીપી અંદાજમાં કરેલો સુધારો તથા યુએસ ખાતે નવેસરથી સ્ટીમ્યુલસની શરૂ થયેલી મંત્રણાઓ જેવા ત્રિવિધ પરિબળો પાછળ ગત સપ્તાહે નફારૂપી વેચવાલી સાથે ભારતીય શેરબજારે આગેકૂચ જાળવી રાખવા સાથે તેની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી.

વૈશ્વિક સ્તરે યુએસ પ્રમુખપદની ચૂંટણી અગાઉથી યુએસ ખાતે ફ્સ્કિલ સ્ટીમ્યુલસની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે ટ્રમ્પ વહીવટીમંડળ અને વિપક્ષ વચ્ચે આ અંગે સહમતી સધાઈ નહોતી અને તે પાછું ઠેલાયું હતું. પ્રમુખ તરીકે વિજેતા ઉમેદવાર બાઈડેને પોતાની ટીમમાં રેવન્યૂ સેક્રેટરી તરીકે જેનેટ યેલેનની પસંદગી કરતાં તેઓ બજારમાં જંગી લિક્વિડિટી ઠાલવે તેવું માનવામાં આવે છે. યુએસ ખાતે નોંધપાત્ર સમય બાદ ફ્સ્કિલ અને મોનેટરી, એમ બંને પ્રકારના સ્ટીમ્યુલસને લઈને ચર્ચા – વિચારણા થઈ રહી હોવાના અહેવાલે પણ શેરબજારોને સપોર્ટ પૂરો પાડયો છે.

આ વર્ષે એફઆઈઆઈની ખરીદી વિક્રમી રહેવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે ઉદાહરણ તરીકે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીઝ બજારમાં છેલ્લા બે દાયકામાં પહેલી વખત વર્તમાન વર્ષના નવેમ્બર માસના દરમ્યાન એકદમ આક્રમક  અંદાજીત રૂ.૬૫૩૦૦ કરોડથી વધુની ખરીદી તેમજ ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૨૨૭૦૦ કરોડથી વધુની નેટ ખરીદી જોવા મળી હતી. એક તરફ એફઆઈઆઈની જંગી ખરીદી રહી છે, જ્યારે બીજી બાજુ ઘરેલું સંસ્થાકીય રોકાણકારો ઈક્વિટીઝમાં દરેક ઉછાળે નફો બુક કરી વેચવાલ રહ્યા છે.

ભારત જેવી ઊભરતી બજારોમાં વળતર ઊંચુ મળી રહેવાની ધારણાં સાથે વિદેશી રોકાણકારો અહીની ઈક્વિટીઝ બજારમાં નાણાં ઠાલવવાનું વધુ પસંદ કરે છે. કોરોના વાયરસના ફેલાવાને કારણે વિશ્વભરના દેશોની આર્થિક પાયમાલી થતાં જે તે દેશોની કેન્દ્રીય બેન્કોએ અર્થતંત્રને પાટે ચડાવવા લિક્વિડિટી વધારવાના પગલાં લીધા છે, જેનો લાભ લઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઈક્વિટીઝ જેવી એસેટ કલાસમાં નાણાં રોકી રહ્યા છે. વિદેશી નાણાંના પ્રવાહને કારણે જ  રિઝર્વ બેન્ક ફોરેકસ રિઝર્વમાં વધારો કરીને તેને અંદાજીત ૫૭૨ અબજ ડોલરથી ઉપર લઈ જવામાં સફળ રહી છે, પરંતુ મિત્રો યાદ રાખો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય મૂડીબજારમાં વેચવાલીના કિસ્સામાં આ આંક ઘટતા અને રૂપિયા પર દબાણ આવતા વાર નહીં લાગે, એ પણ એક હકીકત છે. દેશમાંથી નાણાં પાછા ખેંચવાનું ચાલુ કરે તો દેશની નાણાં સ્થિતિ ખોરવાઈ ન જાય અને રોકાણકારોને મોટી નુકશાની ચૂકવવાનો સમય ના આવે તેની તકેદારી અત્યારથી લેવાની રહે છે. ઉતાવળે સો બહાવરાં ..ધીર સો ગંભીર …!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

તાજેતરના વર્ષોમાં અમેરિકા ભારત વચ્ચે કેટલીક મહત્ત્વની સમજૂતીઓ થઇ છે. તેમાંય વળી અમેરિકા – ચીન વચ્ચે છેડાયેલ ટ્રેડવોરના સમયે અમેરિકા ભારતથી નજીક આવ્યું હતું. આમ, ભારત – અમેરિકા વધતા તાલમેળ વચ્ચે અઢળક અવરોધો પાર કરીને જો બાઈડેન વ્હાઇટ હાઉસ પહોંચ્યા છે, ત્યારે બધાની નજર બાઈડેનનું ભારત પ્રત્યે કેવું વલણ રહેશે તેના પર મંડાયેલી છે. જો કે, નિષ્ણાંતોના મત મુજબ બાઈડેનના નેતૃત્વમાં ભારત – અમેરિકા વચ્ચેના સહયોગની મૂળભૂત દિશામાં ખાસ કોઈ બદલાવ આવે તેવી સંભાવના નથી, પરંતુ જો બાઈડેન ચીન સાથે ઉદ્ભવેલી તનાવ ઘટાડીને સમજૂતીની દિશામાં આગળ વધશે, તો આ મુદ્દો ભારત માટે ચિંતાનો મુદ્દો બની રહેશે. અમેરિકાના પ્રમુખપદનો હોદ્દો ગ્રહણ કર્યા બાદ બાઈડેન માટે ચીનના મુદ્દાને અગ્રીમતા અપાય તેવી સંભાવના છે આમ, આગામી સમયમાં અમેરિકા ચીન સાથે કૂણું વલણ અપનાવશે તો ભારત અમેરિકા વચ્ચેના સંબંધ પર અસર જોવાશે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ભારત સાથે સંકળાયેલા છે, તેથી તેમનો ભારત પ્રત્યે કેવો અભિગમ રહે છે તે પણ એટલી જ મહત્ત્વની બાબત છે. આમ આ બધા મુદ્દા જોતા આગામી સમયમાં અમેરિકા એ ભારત તેમજ ચીન / પાકિસ્તાન તરફ કેવું વલણ દાખવે છે, તે જોવું મહત્ત્વનું પૂરવાર થશે. જો કે બાઈડેનની પ્રારંભિક કવાયત જોતા ભારત – અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આંચકો આવે તેવી સંભાવના છે.

બજારની ભાવી દિશા….

ભારતનું આર્થિક વાતાવરણ  કોરોનાના કાળમાં હાલમાં સાનુકૂળ જણાતું નથી. આર્થિક વિકાસદર દાયકાઓની નીચી સપાટીએ છે. ઔદ્યોગિક ઉત્પાદન તથા મૂડી રોકાણ ઘટી રહ્યું છે અને ફુગાવો રિઝર્વ બેન્કના ટાર્ગેટ કરતા ઊંચો પ્રવર્તી રહ્યો છે તેવી સ્થિતિમાં વિદેશી રોકાણકારોનો ઈન્ફલોઝ છેતરામણો ન નિવડે, તેની ભારતના નીતિવિષયકો તથા રોકાણકારોએ સાવચેતી રાખવાની રહેશે.

શેરબજારને વિદેશી રોકાણકારોના સહારે છોડવાથી બજારો પર સતત જોખમો રહ્યા કરે છે, જે અગાઉ અનેક વખતે જોવાયું છે. હાલમાં સેબી દ્વારા કેશ તથા ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં માર્જિનની વસૂલીની ચકાસણીનું માળખું નિશ્ચિત કરાયું છે, જે ખરેખર આવકાર્ય છે. ભારત સરકાર દ્વારા જોખમ યંત્રણાને સખત બનાવવા અથવા તો ટેકસ સંદર્ભમાં લેવાતા નિર્ણયો સામે વિદેશી રોકાણકારો દ્વારા આ અગાઉ પણ અનેક વખત વાંધા – વિરોધ ઉઠાવાયા હોવાનું જોવા મળ્યું છે. આ વખતે પણ સેબી દ્વારા ૧ ડિસેમ્બરથી લાગુ કરાયેલા નવા માર્જિન ધોરણો ઓછામાં ઓછા ત્રણ મહિના માટે મોકૂફ રાખવા વિદેશી રોકાણકારો દ્વારા સેબી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. પોતાને સાનુકૂળ ન હોય તેવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો પોતાના રોકાણ પાછા ખેંચતા ખચકાતા નથી, એ ના ભૂલવું જોઈએ.

વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક નાણાં કટોકટીની અસરમાંથી વિકસિત તથા વિકાસસિલ  દેશો  માંડ બહાર આવ્યા હતા. તેવામાં કોરોનાએ આખા વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું છે અને વિશ્વના દેશો આર્થિક રીતે ફરી કયારે બેઠા થશે તેમ વિશ્વાસપૂર્વક કહી શકાય એમ નથી. ભારતીય બજારો પર એફઆઈઆઈનું કેટલું પ્રભુત્વ રહેલું છે, તે અંગે સમીક્ષકો સારી રીતે વાકેફ છે. ઋણ સાધનોની સરખામણીએ એફઆઈઆઈનો ભારતીય ઈક્વિટીઝ પ્રત્યેનો લગાવ હજુ જળવાઈ રહ્યો છે. છતાં મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૩૫૧૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૬૦૬ પોઇન્ટના પ્રથમ અને ૧૩૬૩૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૩૪૭૪ પોઇન્ટથી ૧૩૪૦૪ પોઇન્ટ, ૧૩૩૭૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૩૬૩૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૦૬૨૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૩૦૦૩૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૦૮૦૮ પોઇન્ટથી ૩૦૯૭૦ પોઇન્ટ, ૩૧૧૦૧ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૧૦૧ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) હેરિટેજ ફૂડ્સ ( ૩૧૯ ) :- પેકેજ્ડ ફુડ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૫૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) પેટ્રોનેટ LNG ( ૨૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૭૨ થી રૂ.૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ચંબલ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ ( ૨૨૨ ) :- રૂ.૨૧૨ નો પ્રથમ તેમજ રૂ.૨૦૩ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) VRL લોજિસ્ટિક્સ ( ૨૦૮ ) :- ટ્રાન્સપોર્ટેશન – લોજીસ્ટિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૨ થી રૂ.૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) વીએ ટેક વેબેગ ( ૧૯૭ ) :- રૂ.૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦ ના સ્ટોગ સપોર્ટથી યુટિલિટીઝ : નોન -ઇલેક્ટ્રિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૨ થી રૂ.૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) અપોલો ટાયર્સ ( ૧૮૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૩ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ડેલ્ટા કોર્પ લિ. ( ૧૫૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઓલકાર્ગો લોજીસ્ટિક્સ ( ૧૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રાન્સપોર્ટેશન – લોજીસ્ટિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૬ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઈન્ડીગો લિમિટેડ ( ૧૭૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લુપિન લિમિટેડ ( ૯૪૨ ) :- આ સ્ટોક રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૦ થી રૂ.૯૭૫ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારત પેટ્રો ( ૩૯૮ ) :- ૧૮૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૩૮૩ નો પ્રથમ તેમજ રૂ.૩૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રિફાઈનરી / પેટ્રો – પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૪ થી રૂ.૪૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એશિયન પેઈન્ટ ( ૨૫૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૫૬૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૫૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૪૯૦ થી રૂ.૨૪૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૬૦૬ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) અમર રાજા બેટરી ( ૯૨૨ ) :- રૂ.૯૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૫૭ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટાટા કેમિકલ્સ ( ૫૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૨૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૯૬ થી રૂ.૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૩૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) મિન્દા કોર્પોરેશન ( ૮૭ ) :- ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઓરિયન્ટ સિમેન્ટ ( ૭૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) વેલસ્પન ઈન્ડિયા ( ૬૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્ષટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) આઈનોક્સ વિન્ડ ( ૫૩ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૨ થી રૂ.૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૬ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

Print Friendly, PDF & Email