(જી.એન.એસ) તા. ૧૯
ગાંધીનગર,
છેલ્લા ઘણા દિવસોથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે જાહેરાત આખરે થઇ ગઈ છે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પણે સમાપ્ત થયા બાદ મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોના નવા પદાધિકારીઓ (પ્રમુખ અને ઉપ પ્રમુખ) ના નામોની જાહેરાત પર સૌની નજર ટકેલી હતી ત્યારે રાજ્યની 84 નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતના ઉચ્ચ પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખના નામ જાહેર-
• સુરતની બારડોલી નગરપાલિકાના પ્રમુખ તરીકે નીલમબેન વ્યાસ, ઉપ પ્રમુખ તરીકે મિનેશ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જેની ભંડારી, શાસક પક્ષના નેતા તરીકે અમરસિંહ સોલંકી અને દંડક તરીકે ડો. ભાવિન ચૌધરીની વરણી કરવામાં આવી છે.
• બહુચરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ અને ઉપ પ્રમુખ તરીકે હંસાબહેન ભરવાડની વરણી કરવામાં આવી છે.
• દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયા, ઉપ પ્રમુખ તરીકે આશા લુણા અને કારોબારી ચેરમેન તરીકે રાજ પાબરીની વરણી કરવામાં આવી છે.
• કચ્છની માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબહેન જોશી અને ઉપ પ્રમુખ પદે મુકેશ રાબડીયાની વરણી કરાઈ હતી. નપાના કારોબારી ચેરમેન વિજય ગઢવી, નગરપાલિકાના શાસક પક્ષના નેતા વિજય ચૌહાણ અને દંડક તરીકે જીગર ધાયાણીની વરણી કરાઈ હતી.
• મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજ ગઢવી, ઉપ પ્રમુખ તરીકે આશા સોરઠિયા, કારોબારી ચેરમેન તરીકે ધમભા ઝાલા, શાસક પક્ષના નેતા તરીકે દિલીપ ગૌર અને દંડક તરીકે પ્રકાશ ઠક્કરની વરણી કરવામાં આવી છે.
• ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહ, ઉપ પ્રમુખ તરીકે બિંદિયાબહેન ઠક્કર, કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવી ની વરણી થઇ.
• આણંદની પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોકીલાબહેન તળપદા, ઉપ પ્રમુખ તરીકે મનીષાબહેન શાહ, કારોબારી ચેરમેન તરીકે જય પટેલ અને પક્ષના નેતા તરીકે ધરતીબહેન પટેલની વરણી કરવામાં આવી છે.
• ખેડાની કપડવંજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે નેહાબહેન ઓઝા, કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભદ્રેશકુમાર સુતરિયા અને દંડક તરીકે જયશ્રીબહેન શર્માની વરણી કરવામાં આવી છે.
• ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન રાઠોડ, ઉપ પ્રમુખ તરીકે મિતેશ શાહ અને કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ જોશીની વરણી કરવામાં આવી છે.
• ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રિમાબેન પટેલની વરણી કરાઈ હતી.
• કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેંદ્રભાઈ ગજ્જર અને ઉપ પ્રમુખ તરીકે સ્મીતાબહેન પટેલની વરણી કરાઈ હતી
• ધોળકા નગરને નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલાઓ મળ્યા, ભાજપ પક્ષના પ્રમુખ તરીકે અનામિકાબેન દીપકભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે જયાબેન અરવિંદભાઈ ઠાકોર , કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ રમણભાઈ વાઘેલા તો પક્ષના નેતા તરીકે વિશાત કુમાર હરિભાઈ પટેલ અને દંડક તરીકે મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાદવની વરણી કરવામાં આવી.
• છોટા ઉદેપુરની બોડેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની વરણી, ઉપ્રમુખ તરીકે પન્નાબહેન પટેલની વરણી અને કારોબારી અધ્યક્ષ તરીકે જીગ્નેશભાઈ ચોક્સીની વરણી કરવામાં આવી છે.
• રાજપીપલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શિવાની મહેતાની વરણી, ઉપ પ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા (રાહુલ)ની વરણી, રાજપીપલા નગરપાલિકા કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ અને પક્ષના નેતા તરીકે પ્રગનેશ રામી, દંડક તરીકે ધર્મેશ સોલંકીને જાહેર કરવામાં આવ્યા છે.
• હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે અરુણાબહેન કડિયા, ઉપ પ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડની વરણી કરાઈ હતી. હિંમતનગર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રાહુલ પટેલની નિમણૂક કરાઈ હતી.
• વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કામીનીબહેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે ડો. બીનાબહેન પટેલની વરણી કરવામાં આવી છે.
• વિસનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબહેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે મહેન્દ્ર ઠાકોરની વરણી કરવામાં આવી છે.
• ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબહેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે વિનોદ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે જીનલ સાગરની વરણી કરવામાં આવી છે.
• શહેરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શીતલબહેન પરમારની વરણી, ઉપ પ્રમુખ તરીકે હિંમતસિંહ પગીની વરણ, કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મુલચંદાણી, શાસક પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી અને દંડક તરીકે વિજય બારીયાની વરણી કરાઈ છે.
• નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે વસંત વાઘેલા અને ઉપ પ્રમુખ તરીકે દમયંતિબહેન સેંધાણીની નિમણૂક કરાઈ હતી. જ્યારે નખત્રાણા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ અને દંડક તરીકે જાગૃતિબહેન ઠક્કરની વરણી કરાઈ હતી. નખત્રાણા નપાના શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજીની વરણી કરાઈ હતી.
• ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવા અને ઉપ પ્રમુખ તરીકે રૂચિતા રાકેશ મોદીની વરણી કરવામાં આવી છે.
• તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂપતભાઈ હીરપરા, ઉપ પ્રમુખ તરીકે નીશાબહેન તન્ના અને કારોબારી ચેરમેન તરીકે રજની દવેની વરણી કરવામાં આવી છે.

