પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે ગુંજી કિલકારી
(જી.એન.એસ) તા. 19
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ ઓગસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેના પતિ, રાઘવ ચઢ્ઢાએ, તેના પહેલા બાળકના સ્વાગત માટે તૈયાર હતા. આજે બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક દીકરાના માતા પિતા બન્યા છે. રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.
અભિનેત્રી અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ સંયુક્ત રીતે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને આ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમાં લખ્યું, ‘તે આખરે અહીં છે, અમારો બેબી બોય અને અમારા હૃદય ખુશીથી છલકાઈ રહ્યા છે. અમે એકબીજા સાથે હતા, હવે અમારી પાસે બધું જ છે.’
પુત્રના જન્મ બાદ બોલિવૂડ જગત અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો તેમજ ચાહકો તરફથી આ નવા યુગલને અભિનંદન મળી રહ્યા છે.

