“રાષ્ટ્ર પ્રથમ” ધ્યેય સાથે ગાંધીનગર જિલ્લા આરોગ્ય સોસાયટીના મેડિકલ ઓફિસરોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી
(જી.એન.એસ) તા. 9
ગાંધીનગર,
વિકસિત ભારતનો અમૃત કાળ એટલે સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના , વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ.7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાત ભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે ત્રીજા દિવસે કલેકટર કચેરી ખાતે, ઇન્ચાર્જ ડીડીઓ શ્રીમતી વેગડાનાં અધ્યક્ષતામાં, ગાંધીનગર જિલ્લા આરોગ્ય સોસાયટી હેઠળના નેશનલ હેલ્થ મિશન, આરસીએચ અને ડીપીએમયુની રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સપ્ટેમ્બર -૨૫ની ભૌતિક સિદ્ધિઓની સમીક્ષા તથા નાણાકીય ખર્ચને બહાલી આપવા ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ડોક્ટરો, અધિકારીઓ-કર્મચારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી. ડોક્ટરોએ માતા – બાળ મૃત્યુદર ઘટે અને ભારતની આવતીકાલ તંદુરસ્ત બને તે માટેના ઘનિષ્ઠ પ્રયત્નો આદર્યા છે.
આ બેઠકમાં માતા -બાળ મૃત્યુ દર અને વિવિધ આરોગ્ય પ્રોગ્રામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે ગરીબો અને મધ્યમ વર્ગ માટે સૌથી મહત્ત્વના એવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ગ્રીવન્સ રીડ્રેસલની બેઠક અને સંચારી રોગચાળાની બેઠક પણ યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.વૈષ્ણવ, ગાંધીનગર જીએમઇઆરએસના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા આઇસીડીએસ અધિકારી શ્રી, જિલ્લા લેપ્રસી ઓફિસર શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ અને અધિક્ષકશ્રી ઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, દહેગામ , માણસા તથા કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરો, ફિમેલ હેલ્થ વર્કર અને મરણ પામેલી માતાઓના સગા ઉપસ્થિત રહ્યા હતા.