(જી.એન.એસ) તા. 3
રાજકોટ,
રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના બની છે. આ પછી મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા કોન્સ્ટેબલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મહિલાએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મુજબ, ભૂમિકાબાને આંચકીની બીમારી હોવાથી અવાર-નવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું. અંતે બીમારીથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

