(જી.એન.એસ) તા. 26
તાપી,
માનવીય અભિગમ અને દેશ, રાજ્યના વિધ્યાર્થીઓ પ્રત્યેની લાગણી નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું..
આજે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન રાજ્યના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે તાપી જિલ્લાના બોરખડી ગામ ખાતે ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ના ધોરણ નવ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાનવી કુમારી સુનિલભાઈ ગામીત ના ઘરે રૂબરૂ જઈ એમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી દ્વારા વિદ્યાર્થીની અને તેના પરિવાર સાથે ચર્ચા કરી હતી કે દેશમાં ભણતર ને કેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે અને પરિવાર દ્વારા દીકરીને ભણતર માટે વધુ પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી.


