(જી.એન.એસ) તા. 12
અધિકારીઓની યોગ્ય અને પ્રોફેશનલ તાલીમ ચૂંટણીની તૈયારીનો એક અભિન્ન ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી કર્મચારીઓને કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર ચુસ્તપણે ચૂંટણીઓ યોજવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરવાનો છે. આ હેતુ માટે, નાના જૂથોમાં તાલીમના બે રાઉન્ડ હાથ ધરવામાં આવે છે. જેથી સંવાદ થકી શંકાઓને દૂર કરવા માટે પૂરતી તક મળે. તાલીમ કાર્યક્રમોમાં, ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર EVMના ઉપયોગ અંગે તેમની ભૂમિકા/ફરજો સંબંધિત હેન્ડ્સ- ઓન ટ્રેનિંગ પણ હાથ ધરવામાં આવે છે.
૮૭-વિસાવદર બેઠકની પેટાચૂંટણી-૨૦૨૫ માટે ૧૯/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર મતદાન માટે ૨૯૪ મતદાન મથકો પર તૈનાત થનારા પોલિંગ અને પ્રિસાઇડિંગ અધિકારીઓની પ્રથમ તાલીમ ૦૧/૦૬/૨૦૨૫ અને ૦૨/૦૬/૨૦૨૫ ના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા, તા. વિસાવદર ખાતે યોજાઈ હતી, તાલીમ કાર્યક્રમ દરમિયાન ૭૦૬ પોલિંગ અધિકારી- કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.
EVM ના ઉપયોગ અંગેની હેન્ડ્સ ઓન ટ્રેનિંગના ભાગ રૂપે, દરેક પ્રિસાઇડિંગ ઓફિસર/પોલીંગ ઓફિસર દ્વારા અલગ અલગ મશીનો પર EVM મતદાન વિશે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં ૩૫૩ પ્રિસાઇડિંગ ઓફિસર અને ૩૫૩ પોલિંગ ઓફિસર્સે ભાગ લીધો હતો.
જ્યારે ૨૪-કડી (એસ.સી.) -બેઠકની પેટાચૂંટણી ૨૦૨૫ માટે ૧૯/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર મતદાન માટે ૨૯૪ મતદાન મથકો પર તૈનાત થનારા પોલિંગ અને પ્રિસાઇડિંગ અધિકારીઓની પ્રથમ તાલીમ ૦૧/૦૬/૨૦૨૫ અને ૦૨/૦૬/૨૦૨૫ ના રોજ ડી.જે. કન્યા વિદ્યાલય, નાની કડી, કડી ખાતે યોજાઈ હતી. તાલીમ કાર્યક્રમ દરમિયાન ૭૦૬ પોલિંગ અધિકારી- કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.
EVM ના ઉપયોગ અંગેની હેન્ડ્સ ઓન ટ્રેનિંગના ભાગ રૂપે, દરેક પ્રિસાઇડિંગ ઓફિસર/પોલીંગ ઓફિસર દ્વારા અલગ અલગ મશીનો પર EVM મતદાન વિશે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં ૩૫૩ પ્રિસાઇડિંગ ઓફિસર અને ૩૫૩ પોલિંગ ઓફિસર્સે ભાગ લીધો હતો.
મોક ડ્રીલ દરમિયાન, પ્રિસાઇડિંગ ઓફિસર્સે ડમી ઉમેદવારો માટે EVMમાં રેન્ડમ ધોરણે ઓછામાં ઓછા ૧૦૦ મત આપ્યા હતા. મોક વોટિંગ પૂર્ણ થયા પછી, પ્રિસાઇડિંગ ઓફિસરોએ કંટ્રોલ યુનિટના ઇલેક્ટ્રોનિક પરિણામ સાથે પડેલા મતોના મેન્યુઅલ રેકોર્ડનું મૂલ્યાંકન કર્યું અને ત્યારબાદ, કંટ્રોલ યુનિટના ઇલેક્ટ્રોનિક પરિણામને સંબંધિત VVPAT સ્લિપ ગણતરી સાથે સરખાવ્યું. પડેલા મતોના મેન્યુઅલ રેકોર્ડ, EVMના ઇલેક્ટ્રોનિક પરિણામ અને VVPAT સ્લિપની ગણતરીમાં કોઈ વિસંગતતા જોવા મળી નથી.
