(જી.એન.એસ) તા. 24
ભરૂચ,
ભરૂચના જંબુસરના કુઢળ ગામની નદીમાં 9 વર્ષીય નિલેશ રાઠોડ નામનો બાળક નહાવા માટે પડ્યો હતો. આ દરમિયાન નદીમાં મગરે નિલેશ પર હુમલો કર્યો હતો. મગરના હુમલાની ઘટનામાં નિલેશના પગના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકે સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ મોકલવામાં આવ્યો હતો.
ભરૂચમાં ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જંબુસરમાં મગરના હુમલાની એક મહિનામાં બીજી ઘટના સામે આવી છે. નદીમાં મગરની અવર-જવરને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

