(જી.એન.એસ) તા. 28
ચમોલી,
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, BRO કેમ્પમાં કામ કરતાં 57 મજૂર દટાયા હોવાની મહી મળતા જ તાતકાલિક ધોરણે ITBP જવાનો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ખૂબ સારી વાત છે કે, ITBP જવાનો દ્વારા બચાવ કામગીરીમાં 10 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય દટાયેલા મજૂરોને બચાવવા માટેના પ્રયાસ થઇ રહ્યાં છે. માનામાં ગ્લેશિયર તૂટવાથી હિમસ્ખલનની ઘટના બની છે. સતત વરસાદ અને બરફવર્ષાના કારણે એલર્ટ જાહેર કરાયુ છે. તેમજ અનેક વિસ્તારોમાં રસ્તાઓ વરસાદના કારણે બંધ કરાયા છે.
તેમજ NDRF અને SDRFની ટીમો ઘટના સ્થળ માટે રવાના થઈ છે. પરંતુ હાઈવે બંધ હોવાના કારણે મુશ્કેલીઓ પડી રહી છે. સતત વરસાદ વચ્ચે એલર્ટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.

