(જી.એન.એસ) તા.૧૬
સુરત,
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર 23ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં BJP યુવા મોરચા નેતા પર નજીવી બાબતે હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 5 હુમલાખોરોએ 2 મહિલા સહિત 4 લોકોને તલવારના ઘા ઝીંક્યા હોવાની CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ વીડિયોને આધારેર પાંડેસરા પોલીસે તપાસ આરંભી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર 23ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહીયાળ બની હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વિનાયક નગરમાં જાહેરમાં 5 હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી દેતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 મહિલા સહિત 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પાલતુ શ્વાને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. ગંદકી થતી હોવાથતી સાફ કરવાનું કહેવા જતા મારામારી કરવામાં આવી હતી, તેમજ 5 હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકતા નજીવી બાબતેત મોટું રૂપ ધારણ કર્યુ હતું. મારામારીના લાઈવ વીડિયો વાયરલ થયો છે. CCTVના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

