(જી.એન.એસ) તા.૧૫
જામનગર,
દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામા નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. જામનગર તાલુકાના સિક્કા ગામ માં 8 વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે. મૂળ મીઠાપુરની વતની હિંદુ વાઘેર યુવતી કે જેના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં તેણી મીઠાપુર છોડીને છેલ્લા 2 માસથી પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેકના દીકરા અને માસી રૂપાબેનના દીકરા નીતિનભાઈ માણેકને ઘેર રહેવા માટે આવી ગઈ હતી. અને ત્યાં ત્રણેય બાળકીઓ સાથે રહેતી હતી. દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામા નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેને અવારનવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરીક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં બાળકીની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી

